Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બે દિવસ વરસાદી માહોલ જામે તેવી હવામાન વિભાગની આગાહી : લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ, ચાતકની જેમ વરસાદ લોકોની વરસાદ પર મીટ

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લામાં સામાન્યત: ૧૫થી ૨૨ જૂન વચ્ચે વરસાદ શરૂ થઈ જતો હોય છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી વાતાવરણમાં બદલાવ આવતાં વરસાદ વહેલો પણ પડી જતો હતો. આ વર્ષે અલનીનોની અસરના કારણે ચોમાસાની ઋતુ પર અસર પડી છે. હવામાન વિભાગ તેમજ કેટલાંક પુર્વાનુમાન કરતાં લોકો દ્વારા આ વર્ષે ચોમાસુ થોડું નબળું રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ હજીસુધી ચોમાસાએ દસ્તક નહીં દેતાં ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. સામાન્યત: અત્યાર સુધીમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ જવી જોઈતી હતી ત્યાં હજી સુધી એકાદ-બે દિવસ સિવાય આકાશમાં વાદળો બંધાયાં હોય તેવા દ્રશ્ય પણ નહીં દેખાતાં આ વર્ષે વરસાર પડશે કે પછી દુષ્કાળનો સામનો કરવો પડશે તેવી ભિતી લોકોમાં ફેલાઈ છે. આકાશમાંથી ભુમી અને લોકોની તરસ છુપાવતાં વરસાદની લોકોને આશા છે ત્યાં હાલમાં આકાશમાંથી સુરજદાદાના તેજ કિરણો લોકોના હાલ બેહાલ કરી રહ્યાં છે. આપ પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે ત્યારે તેમાં બુધવાર અને ગુરુવારે ભરૂચ જિલ્લામાં આકાશમાંથી કાચું સોનું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આગામી ૫ દિવસ સુધી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમીમાં આંશિક ઘટાડો થતાં દિવસનુ તાપમાન ૩૭થી ૩૮ ડિગ્રી જેટલું અને રાત્રીનું તાપમાન ૨૭થી ૨૯ વચ્ચે રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે આગામી પાંચ દિવસ દરમિયાન સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ ૯૫થ૮પ ટકા રહેશે. જે બપોરના સમયે ઘટીને ૩૫થી ૪૦ ટકાની આસપાસ થવાની સંભાવના છે. જિલ્લામાં પવનની ગતિ નૈઋત્યથી પશ્ચિમ દિશામાં અંદાજે ૧૪થી ૧૭ કિમી પ્રતિ કલાક રહેશે.


Share

Related posts

નર્મદાનદીમાં નીર છોડવા વડાપ્રધાનને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

ડાકોર નજીક રખિયાલ -કાલસર રોડ પર અકસ્માત સર્જાતા દાદી-પૌત્રીને ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

વડોદરા તાલુકાનાં પોર પાસે આવેલ રમણગામડી ગામમાં દીપડાએ હિંસક હુમલો કરી ત્રણ બકરાનું મારણ કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!