Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝીલ પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું ભારતનું નામ, નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચના શિખર બંગલોઝમાં રહેતા અને મૂળ સામલોદ ગામના વતની ઝીલ રજનેશકુમાર પટેલે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ભારતનું ગૌરવ વધાર્યું છે. નેપાળ ખાતે યોજાયેલી સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટ-2026માં ભારતીય ટીમના સભ્ય તરીકે ઝીલ પટેલે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી જીતવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ઝીલ પટેલ હાલ પી.પી. સવાણી યુનિવર્સિટી, કોસંબાના વિદ્યાર્થી છે. તેમની પ્રતિભાના આધારે ગુજરાતમાંથી પી.પી. સવાણી યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થી અને ચાર વિદ્યાર્થિનીઓની રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ 30 જૂન, 2026ના રોજ દિલ્હીના ગુરુગ્રામ ખાતે રોકબોલ એમેચ્યોર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ ટીમ નેપાળ રવાના થઈ હતી.

નેપાળમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત, નેપાળ, પાકિસ્તાન અને ભૂટાનની ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. લીગ તબક્કાની તમામ મેચોમાં ભારતે પોતાના પ્રતિસ્પર્ધીઓને 3-0ના એકતરફી સ્કોરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ફાઇનલમાં યજમાન નેપાળ સામે પણ ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ભારતે નેપાળને 3-0થી પરાજય આપી ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આ જીતમાં ઝીલ પટેલનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.

રોકબોલ રમત હેન્ડબોલ અને વોલીબોલનું સંયોજન માનવામાં આવે છે. આ રમતમાં દરેક ટીમમાં પાંચ ખેલાડીઓ હોય છે, જેમાં એક ગોલકીપર અને ચાર ફિલ્ડ પ્લેયર્સનો સમાવેશ થાય છે. ખેલાડીઓ હાથ વડે બોલને પાસ કરીને વિરોધી ટીમના ગોલપોસ્ટ સુધી પહોંચાડે છે અને રમતના નિયમો મુજબ વિવિધ પ્રકારના ગોલ માટે પોઈન્ટ આપવામાં આવે છે.


Share

Related posts

મુલેર ગામે ધંધાકીય અદાવતે કાર ચડાવી હત્યાનો પ્રયાસ : મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટી ઝડપાઈ, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન

ProudOfGujarat

અમદાવાદ : ખમાસા પાસે AMTS બસના ડ્રાઇવરે BRTS ટ્રેકમાં રોંગ સાઇડમાં બસ ચલાવી, સેન્સર ગેટ સાથે અથડાવી ગેટ તોડી નાંખ્યો

ProudOfGujarat

ગુજરાતની દીકરી રાધા યાદવને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન, શ્રીલંકા સામે ટી-20 રમશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!