Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગુલ્શન ગેસ સર્વિસનો ડિલેવરી બોય જ ગેસ રિફીલિંગ કરતાં ઝડપાયો : ઇન્ડિયન કંપનીના ગેસના નવા બોટલમાંથી ખોલી બોટલમાં રિફીલિંગ કરતો હતો

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતાં એએસઆઇ રવિન્દ્ર તેમના સ્ટાફના હેકો સુરેશ, પોકો મોહમદગુફરાન તેમજ તનવીર સાથે શહેરમાં પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક બોલેરો પીકઅપના ચાલકે ગુલશન ગેજ એજન્સીમાંથી ગાડીમાં રાંધણગેસની બોટલો ભરી કાલુપીર ટકીયા – ધાનવાડી ખાતે આવી બોલેરો પીકઅપ ચાલક ગેસની બોટલોમાં ગેસ રિફીલિંગ કરે છે. જેના પગલે તેમણે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે બોલેરો પીકઅપ ગાડી ધાનવાડી પાસે બાવળની ઝાડીઓમાં પાર્ક કરેલી હોઇ ત્યાં પહોચી તપાસ કરતાં એક શખ્સ ગેસ રિફીલિંગ કરતો જણાતાં ટીમે તેની ધરપકડ કરતાં તેનું નામ સુનિલ ધનારામ બિશ્નોઇ (હાલ રહે. શિલ્પી સોસાયટી, ચાવજ ગામ, મુળ રહે. બોજાસર રાજસ્થાન) હોવાનું તેમજ તે જાતે ગુલશન ગેસ સર્વિસ ઇન્ડિયન ગેસમાં કમિશનથી ડિલીવરીબોય તરીકે નોકરી કરે છે. ટીમે તપાસ કરતાં તે એક ભરેલાં બોટલોમાંથી થોડો થોડો ગેસ કાઢી ખાલી બોટલ ભરતો હતો. તેમજ ગેરકાયદે રીતે ગેસ રિફીલિંગ કરી સમયે ગેસ લીકેજ થવાથી કોઇ દુર્ઘટના બને તો પોતાની અને અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકાય તેવી શક્યતાં હોવા છતાં તે આવુ કૃત્ય કરતો હોવાને કારણે ટીમે તેની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયાના જેસપોર ગામથી બાર વર્ષ અગાઉ ગુમ થયેલ બહેનને શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

પાકિસ્તાની સીમા હૈદરના કેસમાં ATS એ કર્યો મોટો પર્દાફાશ

ProudOfGujarat

અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય : ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!