Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શંકાસ્પદ કોપર વાયર સાથે યુવક ઝડપાયો, પોલીસે ₹18 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા અને શંકાસ્પદ માલસામાનની હેરફેર પર નજર રાખવા માટે ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અભિયાનના ભાગરૂપે પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે શંકાસ્પદ કોપર વાયરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાંડીયાબજાર સ્થિત મચ્છી માર્કેટ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બ્લુ ટી-શર્ટ પહેરેલો એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ભંગાર સાથે ફરતો જોવા મળતા પોલીસે તેને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન તેની ઓળખ રાકેશભાઈ દિલીપભાઈ સંઘવી (રહે. ભાલીયાવાડનો ટેકરો, ભરૂચ) તરીકે થઈ હતી. તેની પાસેથી અંદાજે 18 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ કોપર વાયરનો ભંગાર મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹18 હજાર જેટલી હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આરોપી પાસે કોપર વાયર ક્યાંથી મેળવ્યો, તેની ખરીદી કે માલિકી અંગેના કોઈ દસ્તાવેજ અથવા સંતોષકારક પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, તે કોઈપણ પ્રકારનો વિશ્વસનીય પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે પોલીસે શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો કબજે કરી લીધો હતો.

આ મામલે પોલીસે BNSSની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કબજે કરાયેલા કોપર વાયરનો જથ્થો કોઈ ચોરીના ગુનામાંથી આવ્યો છે કે કેમ, તેમજ તેની વાસ્તવિક માલિકી અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.


Share

Related posts

માંગરોળ : સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનાં વિરોધમાં પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

મુંબઈથી અમદાવાદ જતા પરિવારની કારને અકસ્માત; સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલે વધુ ૧૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા પોલીસ બેડામાં ફફડાટ, ક્રાઇમ બ્રાંચના ૩ PSI સહિતને કરાયા બદલીના આદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!