પંચમહાલ રાજુ સોલંકી

સંવેદનશીલ ગુજરાત સરકાર આરોગ્ય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહી છે ફક્ત માનવી જ નહીં પણ પશુઓને પણ સારી એવી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેના રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ સરકારી યોજનાઓ પશુપાલકોને અવાર-નવાર ઉપયોગી નીવડતી હોય છે. જેના ભાગરૂપે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 2019માં 15માં કૃષિ મહોત્સવનું આયોજન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ ખાનપુર ગામે યોજાયો હતો. જે અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ ગામોમાંથી ૮૨૩ પશુપાલકોએ આ મેળામાં વિનામૂલ્યે પોતાના પશુઓને સારવાર અર્થે લાભ મેળવ્યો હતો. આ મેળામાં પશુઓ માટે સર્જરી,તેમજ ગાયનેકોલોજી, કૃમિની રસીઓ તેમજ લોહી ચકાસણીની લેબની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તથા પશુ પાલકો માટે જનજાગૃતિ અર્થે પ્રદર્શનની નું આયોજન પશુઆરોગ્ય મેળામાં કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY