Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્ટાઇપેન્ડ વધારાના નામે માત્ર રૂ.500! KMCRIના ઇન્ટર્ન વિદ્યાર્થીઓનો વિરોધ : રૂ.500નો વધારો મજાક સમાન’: સ્ટાઇપેન્ડ મુદ્દે ભરૂચ સિવિલના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ ધરણા પર

Share

 

ભરૂચ : ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (KMCRI)માં ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓએ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે સિવિલ હોસ્પિટલ સંકુલમાં ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

ઇન્ટર્ન વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષે તેમને માસિક રૂ.14,800 સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હતું. ચાલુ વર્ષે તેમાં માત્ર રૂ.500નો વધારો કરીને રૂ.15,300 કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ આ નજીવા વધારા સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મોંઘવારી અને કામગીરીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો માત્ર રૂ.500નો વધારો તેમની સાથે મજાક સમાન છે.

વિદ્યાર્થીઓએ સ્ટાઇપેન્ડ વધારવા માટે હોસ્પિટલ અને કોલેજના વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત મૌખિક રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો હતો. તેમ છતાં તેમની માંગ મુજબ વધારો નહીં થતાં આખરે વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ સંકુલમાં ધરણા પર બેઠા હતા.

વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે તેમનું માસિક સ્ટાઇપેન્ડ વધારીને કુલ રૂ.21,300 કરવામાં આવે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ ઇન્ટર્નશિપ દરમિયાન હોસ્પિટલમાં જવાબદારીપૂર્વક ફરજ બજાવે છે, ત્યારે તેમને યોગ્ય અને વાજબી સ્ટાઇપેન્ડ મળવું જોઈએ.

બીજી તરફ KMCRIના વહીવટી તંત્ર તરફથી ગોપિકાબેને જણાવ્યું હતું કે, ઇન્ટર્ન વિદ્યાર્થીઓને સરકારના નિયમો મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓની રજૂઆતોને પગલે તેમના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જોકે, ગત વર્ષની સરખામણીએ માત્ર રૂ.500નો વધારો થતાં ઇન્ટર્ન વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓએ રૂ.15,300ના બદલે માસિક રૂ.21,300 સ્ટાઇપેન્ડ ચૂકવવાની માંગ યથાવત રાખી છે.


Share

Related posts

આજથી ODI વર્લ્ડ કપનો પ્રારંભ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર

ProudOfGujarat

નર્મદાના સખીવન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા અજાણી મહિલા અને તેની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લમાં ઓછી ઠંડીના પગલે કિસાનો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!