Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવયુગ વિદ્યાલયના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ડૉ. તુષાર પટેલ તરફથી ગણવેશ સહાય : જંબુસર જનરલ હોસ્પિટલના ડૉ. ઉર્વેશ પટેલ અને ડૉ. હેમંતભાઈના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ

Share

 

જંબુસર જનરલ હોસ્પિટલના ડૉ. તુષાર પટેલ દ્વારા સેવાકીય ભાવના સાથે નવયુગ વિદ્યાલયના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં તેમના પ્રતિનિધિ તરીકે ડૉ. ઉર્વેશભાઈ પટેલ તથા ડૉ. હેમંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે ડૉ. ઉર્વેશભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “આ સેવાકીય અને યજ્ઞરૂપ કાર્ય કરવાની અમને જે તક મળી છે, તે બદલ ડૉ. તુષાર પટેલ વતી શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું.”

શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી આ સહાયને આવકારી હતી. તેમણે નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સહયોગ આપવા બદલ જંબુસર જનરલ હોસ્પિટલના ડૉ. તુષાર પટેલનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જરૂરી સુવિધાઓ મળી રહે તે દિશામાં કરવામાં આવેલી આ સેવાકીય પહેલને શાળા પરિવારે બિરદાવી હતી.


Share

Related posts

દેરોલ અને ટંકારિયા ગામે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ.

ProudOfGujarat

જાગેશ્વરમાં જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોનું આંદોલન તેજ, કાયમી રોજગારીની માંગ સાથે કંપનીના ગેટ સામે અનિશ્ચિત ધરણાં

ProudOfGujarat

સિસોદ્રાની વિદ્યાર્થિનીઓ ખેલમહાકુંભમાં 3 રમતમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!