Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ઘર આંગણાનો કચરો અન્યના ઘર તરફ નાંખવા મુદ્દે પરિવાર પર હુમલો : મહિલા, તેની પુત્રી અને બનેવી સામે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

Share

 

ભરૂચ.
દહેજના ઇન્દિરા આવાસ વિસ્તારમા રહેતી રહેતો કૃણાલ ભાઇલાલ ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગઇકાલે સવારે તેમની પત્ની ભાવિકા સાથે તેમજ તે મળીને તેમની કાર ધોઇ રહ્યાં હતાં. તે વેળાં તેમના ઘરની સામે રહેતી ભાવના સુખદેવ પઢિયાર તેના ઘરના આંગણામાં સફાઇ કરી કચરો ભાવિકાના ઘર તરફ કરતાં ભાવિકાએ ભાવનાને તે માટે ટોકતા ભાવના ઉશ્કેરાઇ ગઇ હતી. તેણે તેણે હું તારા આંગણામાં જ કચરો નાખીશ, તારાથી થાય તે કરી લે તેમ કહેતાં ભાવિકાએ તેને કચરો ડસ્ટબીનમાં નાંખવા કહેતાં ભાવનાએ તેને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. અરસામાં તેનું ઉપરાણું લઇ તેની પુત્રી સ્નેહા ત્યાં આવી જતાં તેણે પણ ઝઘડો કરી તેમને નીચી જાતિના હોવાનું જણાવી તેમના પર છુટો ચપ્પલ મારી દીધો હતો. જે બાદ ભાવનાનો બનેવી બળવંતસિંહ ચંદ્રસિંહ સોઢાએ પણ ત઼યાં આવી તેમની સાથેઝડઘો કરી તમે બહારના છો તમારૂ ઘર તોડી નખાવીશું કહી ધાકધમકીઓ આપી હતી. બનાવને પગલે તેમને દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીક હાઇવે પર  અકસ્માતમાં 4 લોકોના મોત મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત……

ProudOfGujarat

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

ProudOfGujarat

રક્ષાબંધનની અભિનેત્રી સાદિયા ખતીબે ડિઝાઇનર મહિમા મહાજન માટે તેનું પ્રથમ રેમ્પ વોક કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!