Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભૃગુઋષિ બ્રિજ બનશે ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિની જીવંત ઝાંખી  :  બ્રિજની બંને બાજુ આકર્ષક ચિત્રાંકન, ભૃગુકચ્છથી ભરૂચ સુધીની ઐતિહાસિક સફર દીવાલો પર થશે પ્રદર્શિત

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજને વધુ સુંદર અને આકર્ષક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજની બંને બાજુની પાળી પર વિવિધ આકર્ષક ચિત્રો દોરવામાં આવી રહ્યાં છે, જેના માધ્યમથી ભરૂચના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને વિશિષ્ટ ધરોહરોને ઉજાગર કરવામાં આવશે.

ચિત્રાંકન દ્વારા પ્રાચીન ભૃગુકચ્છથી આજના ભરૂચ સુધીની ઐતિહાસિક સફરને કલાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવશે. ભૃગુઋષિ સાથે જોડાયેલી ઐતિહાસિક ઓળખ ઉપરાંત શહેરની જાણીતી ધરોહરો અને ભરૂચની વિશેષતાઓને પણ ચિત્રોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવશે.

આ પ્રયાસથી ભૃગુઋષિ બ્રિજ માત્ર અવરજવરનું માધ્યમ નહીં, પરંતુ શહેરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની ઓળખ કરાવતી એક ઓપન આર્ટ ગેલેરી તરીકે પણ ઉભરી આવશે. બ્રિજ પરથી પસાર થતા શહેરવાસીઓ અને મુલાકાતીઓને ચિત્રોના માધ્યમથી ભરૂચની ઐતિહાસિક સફરની ઝલક જોવા મળશે.


Share

Related posts

ભરૂચ જિલ્લા કોર્ટમાં શંકાસ્પદ બેગ મામલે ખળભળાટ, બાદમાં મોક ડ્રિલ હોવાનું બહાર આવ્યું

ProudOfGujarat

રાજપીપલા તથા ડેડીયાપાડાના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!