Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડ્રાઈવરે બેદરકારીથી ટ્રેલર ચલાવ્યું ને ટ્રેલરના પાછલા ટાયર પાસે બેસેલા શખ્સનું ચકદાતાં મોત : વાગરા તાલુકાના પહાજ ગામની સીમમાં પવનચક્કીનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ઘટના બની

Share

 

ભરૂચ.

Advertisement

વાગરા ગામે સહારા પાર્કમાં રહેતાં ચંદન શંકરરાવ માપલે એક કંપનીમાં ચાલતાં રમીજ એન્જિનિયરીંગ કોન્ટ્રાક્ટમાં ટુલ ઈન્ચાર્જ તરીકે નોકરી કરે છે. ગઈકાલે પહાજ ગામની સીમમો પવન ચક્કીનું કામ ચાલુ હોય તેમજ ત્યાં લિફ્ટનું કામ કરવાનું હોવાથી તેઓ તેમજ તેમની સાથેના રવિ રાઠોડ તથા પ્રશાંત સગર તેમની કંપનીની કારમાં ડ્રાઈવર સમીર મકવાણા સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. દરમિયાનમાં ત્યાં લાવેલાં ટ્રેલરો સામસામે આવી શકે તેમ ન હોવાની તેમને અંદર લાવી મુકવા કહેતાં ડ્રાઈવરે અંદર લઈ જઈ ટ્રેલર મુક્યું હતું. આસપાસમાં છાયડોં ન હોવાને કારણે સ્થળ પર આવવા બનાવેલાં કાચા રસ્તા પર ઉભેલા ટ્રેલરના પાછળના ટાયર પાસે છાયડાંમાં અને ખુલ્લી હવામા રવિ રાઠોડ બેઠાં હતાં. તેમની સાઈડમાં ચંદન માપલે પણ બેઠાં હતાં. અરસામાં ટ્રેલરના ચાલક દશરથ કનુ પટેલ (રહે. મુલેર)નાએ બેદરકારી પૂર્વક જોયા વિના ટ્રેલર ચલાવી દેતાં પાછળ બેસેલાં રવિ રાઠોડ પર પાછળનું ટાયર ફરી વળ્યું હતું. જેનો અવાજ આવતાં તેમણે ટ્રેલર ઉભુ રખાવી જોતાં રવિ રાઠોડનું માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે દોડી આવી મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. બનાવને પગલે ચંદન માપલેની ફરિયાદના આધારે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે દારૂ સાથે ઈસમની ધરપકડ

ProudOfGujarat

ગાંજાનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર સમા પોલીસ.

ProudOfGujarat

મિત્રનો દાવો –પતિને છોડીને અલગ રહેવાનું વિચારી રહી છે શિલ્પા શેટ્ટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!