ભરૂચ.
ભરૂચના મનુબર ગામે સફા પાર્કમાં રહેતાં ઈરફાન દિલાવર મલેક છેલ્લા એક વર્ષથી સાયખા જીઆઈડીસીમાં આવેલી ગોપીનાથ કેમ ટેક લી. કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી તેમની કંપનીનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે.ગત ૧૧મી જૂનના રોજ વડોદરાના ગોત્રી ખાતે આવેલી બી.શૈલેશકુમાર એન્ડ કંપનીમાંથી તેમની કંપનીમાં ઈલેક્ટ્રીકે પેનલો તેમજ રિએક્ટરોમાં ઉપયોગ કરવા માટે અલગ અલગ માપના કુલ ૪૦.૫૫ લાખની મત્તાના એલ્યુમિનિયમ તેમજ કોપરના કેબલોનો જથ્થો આવ્યો હતો. જે તેમણે કંપનીના દરવાજા વિનાના ખુલ્લા સ્ટોરરૂમમાં મુક્યો હતો. તેમની કંપનીમાં દિવસ દરમિયાન કામ ચાલે છે જ્યારે રાત્રીના સમયે કામ બંધ હોય છે. તેમના ત્યાં સિવિલ કન્સ્ટ્રકશનનું કામ કરતાં અંદાજે ૬૦થી ૭૦ શ્રમિકો કંપનીમાં જ પતરાના રૂમો બનાવીને રહે છે.દરમિયાનમાં ગત ૨૯મી જૂને તેમની કંપનીના ઈલેક્ટ્રીકલ એન્જિનિયર તરૂણ સલારિયા ખુલ્લા સ્ટોરરૂમમાં કેબલો તપાસવા માટે ગયાં હતાં. જ્યાં તેમને કેટલાંક ડ્રમમાંથી કેબલો કાઢી લીધેલાં હોવાનું તેમના ધ્યાને આવતાં તેમણે તુરંત તેમની ટીમ સાથે સ્ટોરરૂમમાં તપાસ કરતાં કુલ ૧.૭૦ લાખની મત્તાના એલ્યુમિનિયમ અને કોપરના અલગ અલગ પ્રકારના કેબલોની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. બનાવન પગલે તમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસેગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
