Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ભાદી ગામના તળાવમાંથી પાંચ ફૂટનો મગર પાંજરે પુરાયો, સાત દિવસની મહેનત બાદ વન વિભાગને સફળતા

Share

 

અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી દેખાતો અંદાજે પાંચ ફૂટ લાંબો મગર આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. સતત સાત દિવસ સુધી ચાલેલી રેસ્ક્યૂ કામગીરી બાદ મગરને સફળતાપૂર્વક પકડી લેવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

ભાદી ગામના તળાવમાં મગર દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરના કારણે લોકો તળાવની આસપાસ જવાનું ટાળી રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચિંતિત બન્યા હતા.

ગ્રામજનોની જાણ બાદ વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તળાવ પાસે પાંજરું ગોઠવ્યું હતું. છેલ્લા સાત દિવસથી સતત નજર રાખી મગરને પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આખરે સાતમા દિવસે અંદાજે પાંચ ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી પ્રસરી હતી. વન વિભાગે મગરનો કબજો મેળવી તેને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.

વન વિભાગે લોકોને જળાશયો અને તળાવોની આસપાસ સાવચેતી રાખવા તેમજ કોઈ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.


Share

Related posts

માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ક્વોરી ખાણમાં પડતા અજાણ્યા પુરુષનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

ProudOfGujarat

આ વર્ષે શિયાળામાં હાડ થીજાવતી ઠંડી અનુભવાશે : ઋતુ ચક્રમાં ફેરફાર થવાના કારણે આગામી સમયમાં કોલ્ડવેવની શકયતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!