Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર ટ્રક અડફેટે ઇજા પામેલા કંટવાવ ગામનાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

Share

કંટવાવ ગામનો અર્પિતકુમાર નવીનભાઈ ચૌધરી ઉંમર વર્ષ ૨૦ વાંકલ ગામે વિશ્વાસ ઓટો સેન્ટરમાં કામ કરતો હતો અને સાંજના સમયે કામ પૂર્ણ કરી પોતાના ઘરે બાઇક ઉપર જઇ રહ્યો હતો ત્યારે વાંકલ એન.ડી દેસાઈ હાઇસ્કુલ નજીક ટ્રક નંબર GJ 21 4449 ના ચાલે તેને અડફેટે લેતા માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારબાદ આ યુવકને સારવાર માટે સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. યુવકનાં પિતાએ ટ્રક ચાલક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી માંગરોળ પોલીસે ઉપરોકત ટ્રક ચાલક આરોપીની અટકાયત કરી છે જ્યારે બીજી તરફ બે દિવસની સારવાર બાદ યુવકનું ગંભીર ઈજાઓનાં કારણે કરૂણ મોત નિપજતા યુવકનો પરિવાર શોકમગ્ન બની નિરાશામાં ગરકાવ થયો છે.

Advertisement

Share

Related posts

વડોદરાના નિઝામપુરામાં ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે પોલીસ તંત્ર કેમ ચુપ…???

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસ-તેલના ભાવ વધારા લઈને વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!