Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘મોમ્સ ઓફ ભરૂચ’ની અનોખી પહેલ: ઝાડેશ્વરમાં 2.5 કિમી હેલ્થ રન યોજાઈ, 50 દોડવીરો બન્યા ફિટનેસ અભિયાનના સાક્ષી

Share

 

ભરૂચ :

Advertisement

 

શહેરમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને નિયમિત વ્યાયામ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘મોમ્સ ઓફ ભરૂચ’ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં 2.5 કિલોમીટરની હેલ્થ રનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ફિટનેસને સમર્પિત આ કાર્યક્રમમાં અંદાજે 40 મહિલાઓ અને 10 પુરુષો સહિત કુલ 50 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હેલ્થ રનની શરૂઆત ઝાડેશ્વર સ્થિત લવ ઓલ પિકલ બોલ એકેડમી ખાતેથી કરવામાં આવી હતી. દોડવીરો ઝાડેશ્વર ગામના વિવિધ માર્ગો પરથી પસાર થઈ નિર્ધારિત રૂટ પૂર્ણ કરીને ફરી પ્રારંભ સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર રૂટ દરમિયાન સહભાગીઓમાં ઉત્સાહ, શિસ્ત અને ફિટનેસ પ્રત્યેનો જુસ્સો જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં લાફ્ટર એફએમના લોકપ્રિય આરજે શાલિની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સહભાગીઓનું પ્રોત્સાહન વધારતાં નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો.

દોડ પૂર્ણ થયા બાદ ભરૂચ રનિંગ ક્લબ દ્વારા વેલનેસ આધારિત વિવિધ રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેસીઆઈના પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

‘મોમ્સ ઓફ ભરૂચ’ના સેજલ કાપડિયા અને તેમની ટીમના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સહભાગીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે શહેરમાં ફિટનેસ કલ્ચરને વધુ મજબૂત બનાવવા અને લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે ભવિષ્યમાં પણ આવા સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવશે.


Share

Related posts

ભરૂચના ઝધડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

કરજણના બામણગામ સ્થિત નેશનલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

કઈ 5 વસ્તુઓ છે જેણે રિંકુ પાજીને બ્લોકબસ્ટર સિરીઝ ” અનદેખી” થી પ્રખ્યાત કરી છે ? જાણીએ સૂર્ય શર્મા ! વિશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!