Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચને નવી નગરપાલીકા મળશે, હાલની મિલકત જર્જરિત થતાં પાછળના ભાગે ત્રણ માળની નવી બિલ્ડીંગ બનશે  :   લિફ્ટ, વેઇટીંગ રૂમ સહિત અરજદારોને તમામ પ્રકારની સહુલિયત મળે તેવું આયોજન કરાશે

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ નગરપાલિકાની મિલકત જર્જરિત થઇ રહી છે. ઇમારતમાં કેટલાંક ભાગે પોપડા પડવાના બનાવ પણ બન્યાં છે. ત્યારે હવે ભરૂચને નવી નગરપાલિકા મળે તેવા આસાર દેખાઇ રહ્યાં છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, હાલની ઇમારતની પાછળ આવેલાં પાર્કિંગ તેમજ ફાયર ઓફિસ અને સિવિક સેન્ટરના સ્થળે ત્રણ માળની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી નગરપાલિકા બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે.

ભરૂચ શહેરના સિવિલ રોડ પર આવેલી ભરૂચ નગરપાલિકાની ઇમારત ઘણી જૂની થઇ જતાં જર્જરિત થવા લાગી છે. તેમાંય ઇમારતમાં કેટલાંક ભાગમાં પોપડા પડવાની પણ ઘટનાઓ બની છે. ત્યારે પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ નગરસેવકો સહિત અરજદારોને કોઇ ઘટનામાં ઇજા થાય તેવી ભિતી સેવાઇ રહી છે. પાલિકા દ્વારા હાલની ઇમારતનું રિપેરિંગ કામ કરાય તેવી માંગ ઉઠી છે. ત્યારે નજીકના દિવસોમાં ભરૂચવાસીઓને નવી નગરપાલિકા મળે તેવા આસાર દેખાઇ રહ્યાં છે. વિશ્વસનિય સુત્રોમાંથી જાણવા મળ્યાનુસાર, ભરૂચ નગરપાલિકાની નવી બિલ્ડીંગ બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. હાલની નગરપાલિકાના પાછળની સાઇડમાં આવેલાં સિવિક સેન્ટરની ઇમારત સહિત ફાયર ઓફિસ તેમજ પાર્કિંગની જગ્યાને આવરી લઇને ત્યાં ત્રણ માળની નવી નગરપાલિકા બનાવવાની વિચારણા ચાલી રહી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્રણ માળની નવી નગરપાલિકામાં તમામ સુવિધાઓ ઉપ્લબ્ધ રહેશે. પાલિકામાં કામ અર્થે આવનારા અરજદારોઅ માટે નીચેના ભાગે જ સિવિક સેન્ટર ઉભું કરાશે જેથી કે, તેમને ઉપર સુધી ચઢવું ન પડે. જોકે, નવી બનનારી ત્રણ માળની બિલ્ડીંગમાં લિફ્ટ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ રહેશે. બિલ્ડીંગમાં અરજદારો માટે વેઇટીંગ રૂમ સહિત સ્વચ્છ શૌચાલય, મીઠા પાણીની પરબ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરવામાં આવશે.

ફાયર બ્રિગેડની ઓફિસને મકતમપુર પાણીની ટાંકી ખાતે ખસેડાશે

ભરૂચ શહેરનું દિનપ્રતિદિન વિસ્તરણ થઇ રહ્યું છે. ભરૂચના તવરા રોડ પર નવું ભરૂચ ઉભુ થઇ રહ્યું છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને પણ હવે વધારવામાં આવે તેવી શક્યતાઓ છે. બીજી તરફ પૂર્વ દિશામાં ભરૂચ શહેરનું વિસ્તરણ થઇ રહ્યું હોવાથી આપાતકાલિન સમયમાં પૂર્વ તરફના વિસ્તારમાં પહોંચવામાં ફાયર વિભાગને સમય લાગે તેમ છે. જેને ધ્યાનમાં રાખી જ્યોતિનગર ટર્નિંગ પરની મક્તમપુર પાણી ટાંકી પાસે ફાયર વિભાગની નવી ઇમારત બનાવાઇ છે. ત્યારે ટૂંક સમયમાં ફાયરની ઓફીસ ત્યાં ખસેડાશે.


Share

Related posts

ખેડા : કપડવંજ આતરસુંબા રોડ પર કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

અંકલેશ્વર : નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, વરલી મટકાનો જુગાર રમતા ૧૧ જુગારી હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા…!!

ProudOfGujarat

લોકડાઉનની સ્થિતીમાં ગાંધીનગરમાં ૧૫૦ થી વધુ લોકોને યુવાનો દ્વારા ટીફીન સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!