Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિક્ષિકાના ગળામાંથી ₹2.62 લાખની સોનાની ચેઇન આંચકી બે ગઠિયા ફરાર : ભરૂચના ઝાડેશ્વર રોડ પર વૈકુંઠ બંગલોઝમાં ઘટના; સરનામું પૂછવાના બહાને ગુનો આચર્યો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલા વૈકુંઠ બંગલોઝમાં રહેતી એક શિક્ષિકાના ગળામાંથી બે અજાણ્યા શખ્સોએ સરનામું પૂછવાના બહાને અંદાજે ₹2.62 લાખની સોનાની ચેઇન આંચકી ફરાર થઈ જતાં શહેરમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વૈકુંઠ બંગલોઝ ખાતે રહેતાં રાજશ્રીબેન મનીષભાઈ સોલંકી, ઝાડેશ્વર સ્થિત કન્યાશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ગઈ સાંજે તેઓ જ્યુપિટર મોપેડ પર તુલસીધામ શાક માર્કેટથી ખરીદી કરીને ઘરે પરત ફર્યા હતા.

તેઓ ઘરનાં આંગણામાં મોપેડ પાર્ક કરી રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની હોન્ડા CB Shine બાઈક પર આવેલા બે યુવકો તેમના ઘરથી થોડે દૂર ઉભા રહ્યા હતા. ત્યારબાદ એક શખ્સ તેમની પાસે આવી “વજુભાઈ વાળાનું ઘર ક્યાં આવેલું છે?” તેમ પૂછ્યું હતું.

શિક્ષિકાએ સોસાયટીમાં આ નામની કોઈ વ્યક્તિ રહેતી ન હોવાનું જણાવતાં જ શખ્સે તેમના ગળામાંથી બે તોલાની અંદાજે ₹2.62 લાખ કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી લીધી અને પોતાના સાથી સાથે બાઈક પર બેસી હરિહર કોમ્પ્લેક્સ તરફથી તુલસીધામ સોસાયટી તરફ ફરાર થઈ ગયો.

શિક્ષિકાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ગઠિયાઓને પકડવા દોડી આવ્યા હતા, પરંતુ બંને શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

બનાવ અંગે રાજશ્રીબેને ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : બોડીયા ગામનાં ખેડૂતોએ પાક નિષ્ફળ થયાની રજૂઆત મામલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

વડોદરા : ઠંડીમાં ઘરમાં તાપણું કરી સૂઈ રહેલા દંપતીનું ધુમાડાથી મોત

ProudOfGujarat

સુરત જીલ્લાના ઉમરપાડા માંગરોળ ખાતે ત્રિવિધ કાર્યકમો યોજાયો.ઉમરપાડા માં 750જેટલાં વિદ્યાર્થીઓ, માંગરોળ ના વાંકલ ખાતે 1100થી વધુ વિદ્યાર્થી આદિજાતિ વિભાગની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!