Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નેશનલ હાઈવે પર અસુરિયા પાસે અજાણ્યા વાહનની ટકરે યુવાનનું મોત : યુવાનની ઓળખ ન થતાં તેના વાલીવારસોને શોધવાની કવાયત નબીપુર પોલીસે હાથ ધરી

Share

 

ભરૂચ તાલુકામાં આવેલી વગુસણા ગામે તળાવ ફળિયામાં રહેતાં કિરણ બળદેવ પાટણવાડીયા ભરૂચ નેશનલ હાઈવે પર અસુરિયા ગામની સીમમાં આવેલી શિવકૃપા હોટલ પર ચ્હા-નાસ્તો લેવા માટે ગયો હતો. તે વેળાં હોટલ પર ઉભેલાં માણસોમાં ચર્ચાઈ રહ્યું હતું કે, હોટલની સામે વડોદરાથી ભરૂચ તરફ જવાના રોડ પર અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતાં તેનું મોત નીપજયુ છે. જેથી તેઓ પણ ત્યાં પહોંચી ગયાં હતાં.

Advertisement

તેમણે જોતાં મૃતક યુવાન અંદાજે ૩૯ વર્ષનો હોવાનું તેમજ તેનો કમરથી નીચેનો ભાગ છૂંદાઈ ગયેલી હાલતમાં હોવાનું જણાયું હતું. તેના બન્ને હાથ પર છૂંદણાના નિશાન હતાં. જેમાં જમણા હાથમાં અવાચ્ય છુંદણાનું નિશાન હતું. જયારે ડાબા ખભે હનુમાનજી જેવું છુંદણું કરાયેલું હોવાનું જણાયું હતું. ઘટનાને પગલે કોઈએ ૧૧૨ને ફોન કરતાં ટીમે સ્થળ પર દોડી આવી હતી. હતી. બીજી તરફ પોલીસ કાફલો પણ આવી પહોંચાતા ટીમે મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. મૃતકની ઓળખ થાય તેવા કોઈ દસ્તાવેજ નહીંમળતાં નબીપુર પોલીસે આસપાસના ગામોમાં પોલીસની અલગ અલગ ટીમો મોકલી મૃતકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી હતી. નબીપુર પોલીસે હાથ હાલના તબક્કે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનોનોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ગાંધીનગર: પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈને નવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ હાથમાં લીધો

ProudOfGujarat

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!