Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં રહસ્ય ઘેરાયું : નદીકિનારે મૃતદેહ મળતાં ચકચાર; મોત અકસ્માતે થયું કે અન્ય કોઈ કારણથી? પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચેથી અંકલેશ્વર તરફ જવાના નદીકિનારે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હોવાથી આ બનાવને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, હાલ પુરુષનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.

નદીકિનારે ઝાડીઓમાં મૃતદેહ પડેલો સ્થાનિકોના ધ્યાને આવતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં અત્યંત સડી ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક ભરૂચ સી-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણ થતાં સી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસની હદમાં આવતું હોવાનું સામે આવતા સી-ડિવિઝન પોલીસે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હોવાથી પુરુષનું મોત કેટલા સમય પહેલાં થયું હશે અને તે અહીં કેવી રીતે પહોંચ્યો તેવા સવાલો ઉઠી રહ્યા છે. શું કોઈ દુર્ઘટનાના પગલે નદીકિનારે પહોંચ્યો હતો કે પછી અન્ય કોઈ સંજોગોમાં મૃતદેહ અહીં આવ્યો હતો? હાલ આ તમામ બાબતો તપાસનો વિષય બની છે.

મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ સહિતની તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ અને બનાવ પાછળની હકીકત સ્પષ્ટ થશે.


Share

Related posts

રાજપીપલા નગરપાલિકાનાં વિકાસમાં સહભાગી થવા 18 સભ્યોએ વેરા વધારવા નિણર્ય લીધો.

ProudOfGujarat

અમદાવાદ-NCBએ 11 કિલો ચરસ ઝડપ્યું-બાવળા હાઇવે અને રાજકોટથી ઝડપ્યું ચરસ…

ProudOfGujarat

સુરત પાલિકાની સીટી બસમાં ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!