ભરૂચ :
વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન, ભરૂચ દ્વારા શહેરના નામાંકિત આઠ તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. દર્દીઓની સારવાર સાથે તેમના પ્રત્યેનો વ્યવહાર, આત્મીયતા અને હકારાત્મક અભિગમ પણ સારવારનો મહત્વનો ભાગ હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું.
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજ અને દર્દીઓ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ડો. જયવીરસિંહ અટોદરીયા, ડો. ધીરજ સાઠે, ડો. રોનક મોદી, ડો. જય વ્યાસ, ડો. નિખિલ પટેલ, ડો. પાર્થિવ દોશી, ડો. હેતુલ ઠક્કર અને ડો. ભાવેશ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તબીબોની જવાબદારી માત્ર દવા અને સારવાર પૂરતી મર્યાદિત નથી. દર્દી સાથેનો હકારાત્મક વ્યવહાર, આત્મીયતા અને ચહેરા પરની નિખાલસ સ્મિત પણ દર્દીને માનસિક રીતે મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કાર્યક્રમમાં સંજય તલાટી, ડો. રવિ ત્રિવેદી, નરેન્દ્રભાઈ વ્યાસ, જતીનભાઈ પ્રજાપતિ, ગીરીશભાઈ પટેલ, વિનોદભાઈ જાદવ, વાસંતીબેન જાદવ, જયેશભાઈ શાહ, દક્ષિતાબેન શાહ, કિશોરભાઈ કાસદવાલા અને આસિતભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
