Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે નગરપાલિકાની તવાઈ : રાત્રિના ચેકિંગમાં નિયમ ભંગ કરનારાઓને ઝડપી કાર્યવાહી | આશરે રૂ. 9 હજારનો દંડ વસૂલાયો

Share

 

ભરૂચ :

Advertisement

શહેરમાં જાહેર સ્થળો તેમજ ખુલ્લી જગ્યાઓમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા લોકો સામે ભરૂચ નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને જાહેર સ્થળો પર કચરાના ઢગલા ન થાય તે માટે નગરપાલિકાની ટીમ દ્વારા રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન જીગીસા પટેલ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરોની આગેવાની હેઠળ નગરપાલિકાની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તપાસ કરી હતી. આ દરમિયાન જાહેર સ્થળો અને ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન જાહેરમાં કચરો નાખતા લોકોને અટકાવી નગરપાલિકાના નિયમો અંગે સમજ આપવામાં આવી હતી. જાહેર સ્થળે કચરો ન નાખવા તેમજ શહેરની સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને સૂચના આપવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આશરે રૂ. 9 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

નગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર પાલિકાની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ છે. નાગરિકો દ્વારા ખુલ્લામાં કચરો નાખવામાં આવે તો શહેરમાં ગંદકી વધવાની સાથે જાહેર આરોગ્ય અને પર્યાવરણ પર પણ અસર પડી શકે છે.

આથી નગરપાલિકાએ શહેરવાસીઓને જાહેર સ્થળો, રસ્તાઓ કે ખુલ્લી જગ્યાઓમાં કચરો ન નાખવા તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

નગરપાલિકાએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આગામી દિવસોમાં પણ રાત્રિ સહિત વિવિધ સમયે ચેકિંગ કરવામાં આવશે. જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવનારા લોકો સામે નિયમ મુજબ દંડ સહિતની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.


Share

Related posts

ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા માટે યોજાય પત્રકાર પરિષદ

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પ્રભાવી મંત્રીની ભુમિકા સામે આશંકા

ProudOfGujarat

ઉમરપાડા (સુરત) સગીર વયની બાળકીના અપહરણના ગુનામાં મુખ્ય આરોપી સહિત ત્રણ જણાની ધરપકડ, પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!