Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ કલેક્‍ટર કચેરી ખાતે મહિલાઓના ગ્રોથ માટે પેનલ ડીસ્‍કશનનું આયોજન કરાયું

Share

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે મહિલાઓના વિકાસ તેમજ તેઓના કાર્યક્ષેત્રમાં માહોલ કેટલો અનુકુળ છે અને તેમાં શું શું સુધારા કરવા જોઇએ તે અંગેની ચર્ચા વિચારણા માટે પેનલ ડીસ્‍કશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રમાંથી મહિલાઓને બોલાવી તેઓને પડતી મુશ્‍કેલીઓ – પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્‍યાત છે ત્‍યારે ખાસ કરીને ઉદ્યોગોમાં મહિલાઓનું સ્‍થાન ક્‍યાં છે અને તેઓને કઇ પ્રકારની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગેની ચર્ચા વિચારણા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રેના અધ્‍યસ્‍થાને પેનલ ડીસ્‍કશન કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેએ શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Advertisement

પેનલ ડીસ્‍કશનમાં ગ્રાસીમ ઇન્‍ડસ્‍ટ્રીઝના શ્રી પ્રશાંત પાર્લેકર, ટોરેન્‍ટ ફાર્માના શ્રી નિરજ ભટ્ટ, લ્‍યુપીન ઇન્‍ડસ્‍ટ્રીઝના શ્રી ડી.જી.વર્ગીસ, સમાજસેવી સંસ્‍થા સાથે સંકળાવેલ શ્રી રીઝવાનાર જમીનદાર, સ્‍ટેમ ડયુટીના નાયબ કલેક્‍ટરશ્રી યાસ્‍મીનબેન શેખ તથા આર એન્‍ડ બી. વિભાગના અધિકારી મયુરી તાપીકર જોડાયા હતા.

પેનલ ડીસ્‍કશન કાર્યક્રમમાં મહિલાઓને તેઓના કાર્ય સ્‍થળે કઇ પ્રકારની મુશ્‍કેલીઓ પડે છે, ઉદ્યોગોમાં મહિલાઓને ટેકનિકલ ટ્રેનીંગ આપવા કેવા પ્રયાસો કરાય છે, મહિલાઓની સુરક્ષા માટે કેવા પગલાં લેવામાં આવે છે, મહિલાઓ પુરૂષ સમોવડી બની શકે તે માટે સરકારની કઇ કઇ યોજનાઓ છે અને તેનો ફાયદો મહત્તમ મહિલાઓને કેવી રીતે મળી શકે તે અંગે મુક્‍ત ચર્ચા કરવામાં આવી હતી.

મહિલાઓએ પુરુષ સમોવડી થવા માટે પોતાના વિચારોને બદલવા પડશે અને સમાજમાં પરિવારની સાથે રહીને પોતાના કામકાજને કેવી રીતે ન્‍યાય આપી શકે તે અંગે ઉંડાણપૂર્વક વિચારવું પડશે તેવો એક સૂર સૌએ વ્‍યક્‍ત કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રેએ રાજ્‍ય સરકાર મહિલાઓના ઉત્‍થાન માટે સતત પ્રયત્‍નશીલ છે. ભરૂચ જિલ્લાના વિકાસમાં મહિલા સહભાગી બને તે જરૂરી છે તેમ જણાવી જેમ સુરતમાં મહિલાઓ ધ્‍વારા પીંક ઓટોરીક્ષા ચાલે છે તેવી જ સેવા આગામી ત્રણ મહિનામાં ભરૂચમાં પણ કાર્યરત થશે અને મહિલાઓના વિકાસ માટે આવા સેમિનારો સતત સમયાંતરે યોજાતા રહે તે માટે કટિબધ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી.

આ સેમિનારમાં જિલ્લાના આગેવાન મહિલાઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા મહિલા સદસ્‍યો, મહિલા કર્મચારીઓ ઉપસ્‍થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.


Share

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે ?

ProudOfGujarat

રિપીટર વિદ્યાર્થીઓ સાથે બોર્ડમાં આ વર્ષે 2 થી 3 લાખ વિદ્યાર્થીઓનો વધારો થશે.

ProudOfGujarat

ગોધરા : જીલ્લા એસ.પી. લીના પાટીલે મેડીકલ સ્ટોર્સમાં ચેકીંગ કરતાં 3 સ્ટોર્સ ધારકને કારણ દર્શક નોટીસ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!