Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું

Share

વિશિષ્‍ટ કામગીરી કરનારી મહિલાઓને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્‍તે બિરદાવીને સન્‍માનિત કરાયા

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકાર સજાગ અને કાર્યશીલ

Advertisement

-: ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ગુજરાત સરકારના સંયુક્‍ત ઉપક્રમે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ‘‘બેટી બચાવો – બેટી પઢાવો” ના સંકલ્‍પ સાથે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા મહિલા સંમેલનમાં રાજ્‍યના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકાર સજાગ અને કાર્યશીલ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આદરણિય પ્રધાનમંત્રી અને પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સને ૨૦૦૨ માં મંત્રીમંડળની બેઠકમાં કહ્‍યું હતું કે, વિકાસ કરવો હશે તો આપણે બહેનોમાં જાગૃતિ લાવવી પડશે. મહિલાઓ – દિકરીઓને સારૂ શિક્ષણ મળશે તો જ સમાજ – રાજ્‍ય – દેશની પ્રગતિ થશે ત્‍યારે તેમણે કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના અમલીકરણ ધ્‍વારા મહિલાઓમાં જાગૃત્તિ લાવવાના સુચારૂ પ્રયાસો હાથ ધર્યા જેના પરિણામો આપ હાલ જોઇ શકો છો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓને સશક્‍ત બનાવવા અને સ્‍વમાનભેર જીવી શકે તે માટે રાજ્‍ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાલક્ષી બજેટની પણ અલગથી ફાળવણી કરેલ છે ત્‍યારે મહિલાઓ પણ સશક્‍ત અને નિડર બને, આત્‍મનિર્ભરતા સાથે આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો. મહિલા સશક્‍તિકરણ થકી પોતાના પરિવાર અને રાષ્‍ટ્રનો વિકાસ થશે તેમ જણાવતા ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ઉમેર્યું હતું કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓને સમાન હકક અને સ્‍વતંત્રતા આપવામાં આવેલ છે. મહિલાઓએ દેશ-વિદેશ સહિત અનેક ક્ષેત્રોમાં નામ રોશન કરી ગૌરવ અપાવ્‍યું છે તેવા અનેક દાખલા પોતાના વક્‍તવ્‍યમાં આપ્‍યા હતા. તેમણે મહિલા ધ્‍વારા થઇ રહેલી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓના ઉદારહણો આપતાં કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારે અનેકવિધ યોજના અમલમાં મુકી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાની કેવી રીતે વધારે પ્રગતિ થાય તે માટે રાજ્‍ય સરકાર ચિંતીત હોવાનું જણાવ્‍યું હતું.

સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ મહિલા સંમેલનમાં ઉપસ્‍થિત મહિલાઓને મહિલા દિન નિમિત્તે શુભકામના પાઠવતાં કહ્‍યું હતું કે, નારી શક્‍તિને ઉજાગર કરવાનું કામ આજે કેન્‍દ્ર તથા રાજય સરકાર ધ્‍વારા થઇ રહ્‍યું છે. રાજ્‍ય સરકાર ધ્‍વારા મહિલાલક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકેલ છે અને તેનો વાસ્‍તવિક સ્‍વરૂપે અમલ થાય છે ત્‍યારે દરેક મહિલાઓ આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી અપેક્ષા સેવી હતી. પૂર્વ સાંસદશ્રી ભરતસિંહ પરમારે જ્‍યાં નારીનું સન્‍માન થાય ત્‍યાં ભગવાનનો વાસ હોય છે. મહિલાઓમાં શક્‍તિઓ પડેલી છે તેને યોગ્‍ય માર્ગે લઇ જઇને સમાજમાં આત્‍મસન્‍માનભેર આગળ આવવું જોઇએ તેમ જણાવી મહિલા દિવસની ઉજવણી અવસરે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વની તમામ મહિલાઓને શુભકામના પાઠવતાં મહિલાઓએ દેશ – વિદેશમાં કરેલા આગવા પ્રદાનને પોતાના વક્‍તવ્‍યમાં રજૂ કરી બિરદાવ્‍યા હતા. શ્રી મનીષાબેન રાહુલભાઇ પટેલે ખેતીવાડી ક્ષેત્રે સાધેલી પ્રગતિ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્‍યના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપપ્રાગટય કરવામાં આવેલ હતું તેમજ વિશિષ્‍ટ કામગીરી કરનારી મહિલાઓનું આરોગ્‍યક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનારી મહિલાઓનું સન્‍માન, રમતગમત ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ, આશા બહેનોને સાડી વિતરણ સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનાર મહિલાઓને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્‍તે ચેક વિતરણ, પ્રમાણપત્ર, મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત મમતા કાર્ડનું અનાવરણ તથાસ્ત્રી આરોગ્‍ય કાર્યકરોને ટેકો પ્રોજેક્‍ટ અંતર્ગત મોબાઇલ ફોન અર્પણ કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી શરૂ થયા બાદ પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રેએ સ્‍વાગત પ્રવચન ર્ક્‍યુું હતું જ્‍યારે અંતમાં આભારવિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી ગામીતે કરી હતી. અંતે બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત શપથ લેવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલે, નગરપાલિકાના પ્રમુખશ્રી આર.વી.પટેલ, મીનાબહેન પટેલ, જિલ્લા આગેવાન શ્રી યોગેશભાઇ પટેલ, ધર્મેશભાઇ મિષાી, મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકા તથા જિલ્લા પંચાયતના મહિલા સદસ્‍યો, મહિલા આગેવાનો, અધિકારીશ્રી-પદાધિકારીશ્રી અને મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હતી. આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ ધ્‍વારા તથા શહેરની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ધ્‍વારા બેટી બચાવો, બેટી પઢાવો રેલીનું આયોજન થયું હતું.


Share

Related posts

અમદાવાદ-જગતપુર ના રેસિડેન્સી વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ફ્લેટમાં આગ થી અફરાતફરી સર્જાઇ…

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળની શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર સ્કુલ કંટવા ખાતે પોકસો એકટની માહિતી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!