Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

“સ્કૂલે નથી જવું, પપ્પા પાસે દમણ જવું છે…” માતાના ઠપકા બાદ ધોરણ-10નો વિદ્યાર્થી ગૂમ

Share

 

ભરૂચ:

Advertisement

ભોલાવ વિસ્તારમાં માતાએ સ્કૂલે નહીં જવા અંગે ઠપકો આપ્યા બાદ ધોરણ-10માં અભ્યાસ કરતો 16 વર્ષીય મેહુલ ઘરેથી ગૂમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. મેહુલે માતાને સ્કૂલે નહીં જવું અને પિતા પાસે દમણ જવાની વાત કરી હતી. જોકે, બાદમાં તે પિતા પાસે પણ ન પહોંચતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ભોલાવ ગામની ગુજરાતી સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતાં હંસાબેન સુરેશભાઈ સોલંકી ભોલાવ જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરે છે. તેમના પતિ સુરેશભાઈ દમણ નજીક બિમપુર ખાતે કંપનીમાં હાઉસ કિપીંગની નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. દંપતીને બે સંતાનો છે. મેહુલ તુલસીધામ નજીક આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે.

27 ઓગસ્ટની રાત્રે મેહુલ આગળના રૂમમાં સૂતો હતો. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે માતા જાગતાં મેહુલ પથારીમાં જોવા મળ્યો નહોતો. પરિવારજનોએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ જંબુસર સહિતના વિસ્તારોમાં શોધખોળ કરી હતી.

દરમિયાન સ્કૂલના શિક્ષકે ફોન કરી મેહુલ છેલ્લા એક સપ્તાહથી સ્કૂલે કેમ નથી આવતો તે પૂછતાં માતા ચોંકી ઊઠ્યાં હતાં. બાદમાં ઠપકો આપતાં મેહુલે “મારે પપ્પા પાસે દમણ જવું છે” તેમ કહ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લામાં સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબા તાલુકામાં આગામી વિધાનસભાને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા અગત્યની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!