Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરની સોસાયટીઓમાં તસ્કરોના આંટાફેરા? CCTVમાં શંકાસ્પદ શખ્સો કેદ : તહેવારો વચ્ચે રાત્રિના સમયે ઘરોના કંપાઉન્ડમાં ઘૂસતા શખ્સોની હિલચાલથી સ્થાનિકોમાં ફફડાટ

Share

 

ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. તહેવારોના દિવસોમાં અનેક લોકો પરિવાર સાથે બહારગામ જતા હોવાથી તસ્કરીની આશંકા વ્યક્ત કરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી છે.

Advertisement

ઝાડેશ્વર ગામમાં જીએનએફસી પાછળ આવેલા રોડ નજીકની આકાશ ગંગા અને નિલકંઠ નગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે એક શંકાસ્પદ ઈસમ આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, શખ્સ કેટલાક મકાનોના કંપાઉન્ડમાં કુદતો હોવાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શખ્સની આ પ્રકારની હિલચાલથી સ્થાનિકોમાં તસ્કરોની ટોળકી સક્રિય હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે સમગ્ર મામલે ભરૂચ સી-ડિવિઝન પોલીસને જાણ કરી છે. તહેવારો દરમિયાન ઘરો બંધ રાખીને બહારગામ જતા પરિવારોને ધ્યાનમાં રાખી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.

હાલ સીસીટીવીમાં કેદ થયેલો શંકાસ્પદ ઈસમ કોણ છે અને સોસાયટીમાં તેની હિલચાલ પાછળનો હેતુ શું હતો તે સ્પષ્ટ થયું નથી. જોકે, તેની ઓળખ મેળવવા અને સમગ્ર મામલે તપાસ કરવા કવાયત હાથ ધરાઈ છે.


Share

Related posts

કરમાલી ગામે જમીન મુદ્દે મહિલાને મારમાર્યો, ચપ્પુથી હુમલાનો પ્રયાસ : ચાર સામે ફરિયાદ નોંધાવાઈ, જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

ProudOfGujarat

અંકલેશ્વર : સતત ત્રીજા દિવસે પણ મહાવીર ટર્નિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

દેડીયાપાડાના પાટડી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના” પાંચમાં તબક્કાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!