Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં LJPના સ્થાપના દિવસે કાર્યાલયનું ઉદ્ઘાટન; જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયાં

Share

 

ભરૂચ :

Advertisement

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચની જંબુસર ચોકડી નજીક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અસીમખાનના હસ્તે રીબીન અને કેક કાપીને કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સ્વ. રામવિલાસ પાસવાન દ્વારા 28 નવેમ્બર, 2000ના રોજ દિલ્હીમાં લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, જેના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં ગુજરાત LJP પ્રદેશ પ્રમુખ આશિષ પટેલ, ઉપપ્રમુખ અબ્દુલ કામઠી, વિવિધ જિલ્લાના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા કાર્યાલયો ખાતે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સાથે જ આગામી સમયમાં ભરૂચમાં ચૂંટણીના મેદાને ઉતરવા માટે LJP દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે શાળાના બાળકોની પગપાળા રેલી યોજાઇ

ProudOfGujarat

ઝઘડિયાના અસનાવી નજીક બે મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ઘવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!