Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

Share

ઉમરપાડા તાલુકામાં પ્રધાનમંત્રી જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત આયુષ્ય ભવ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા અને આગેવાનોએ કર્યું હતું જેમાં સુરત સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટરોની ટીમ જેમાં સર્જન, કાન, ગળા, નાક, ચામડી, ડેન્ટલ, ગાયનેક, આંખ, માનસિક રોગના ડોક્ટર વગેરે ડોકટરો ઉપસ્થિત રહી સેવા આપી હતી. લાભાર્થીઓને ચેકનું વિતરણ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતુ. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરોક્ત સેવા પખવાડિયા કાર્યક્રમમાં ભાજપા મહામંત્રી અમિષભાઈ વસાવા, ઉમરપાડા સરપંચ પ્રકાશભાઈ, વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ, વહાર ગામના સરપંચ ઇંદ્રજીતભાઈ, રાજેશભાઈ, કરણભાઈ, મુળજીભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લામાં કોરોનાની કપરી સ્થિતિમાં આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા બાબતે નર્મદા બાર એસોશિએશન દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત.

ProudOfGujarat

અમદાવાદમાં સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!