Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાની 77 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ તાલુકાની કુલ 96 પૈકી 77 ગ્રામ પંચાયતોની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરાતા સરપંચ અને વોર્ડ સભ્યપદના સંભવિત દાવેદારો સક્રિય બન્યા છે. 50 ટકા મહિલા અનામત ઉપરાંત SC, ST અને SEBC બેઠકોનું અનામત રોસ્ટર જાહેર થતાં અનેક ગામોમાં રાજકીય સમીકરણો બદલાયા છે, જેથી ઉમેદવારોને પોતાની વ્યૂહરચના બદલી પેનલ બનાવવાની ફરજ પડી છે.

આ ચૂંટણીમાં પાંચ વર્ષના વિકાસકામોનો હિસાબ મુખ્ય મુદ્દો બની રહેશે. નલ સે જલ, મનરેગા, આવાસ યોજના, રસ્તા, ગટર અને પાણીના કામોની ગુણવત્તા તેમજ સરકારી ગ્રાન્ટના ઉપયોગ અંગે મતદારો સવાલો ઉઠાવી શકે છે. ખાસ કરીને ખનીજ લીઝ અને રેતી-માટીની આવક ધરાવતા ગામોમાં ખનીજ ચોરી, ઓવરલોડ વાહનો, ગૌચર અને સરકારી જમીન પરના દબાણો જેવા મુદ્દાઓ ચૂંટણી જંગને રસપ્રદ બનાવશે.

બીજી તરફ, ચૂંટણીમાં થતો બેફામ ખર્ચ અને મતદારોને નાણાં કે દારૂની લાલચ આપવાના પ્રયાસો પર તંત્ર કડક નિયંત્રણ મૂકે તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત શિક્ષિત ઉમેદવારો, મહિલા સરપંચોના વહીવટમાં પરિવારની દખલગીરી અટકાવવી અને નર્મદા કાંઠાના ગામોના પ્રશ્નો પણ ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે મતદારો જાતિવાદ, જૂથબંધી અને લાલચથી દૂર રહી ગામના વિકાસ અને પ્રામાણિક ઉમેદવારને પસંદ કરે છે કે કેમ.


Share

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની હડતાળનો પાંચમા દિવસે અંત.

ProudOfGujarat

સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 69.00% મતદાન….

ProudOfGujarat

આમિર ખાનની ફિલ્મ લગાનના ભવ્ય 20 વર્ષ : ચાહકો અને મીડિયા દ્વારા #mylagaan જોરદાર ટ્રેન્ડમાં..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!