દિનેશભાઈ અડવાણી

ભરૂચ જિલ્લાના મતદારોમાં વહેલી સવારથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારના મતદાનની સરખામણીએ બપોરના ૧ વાગ્યાથી ૩ વાગ્યા દરમિયાન ગરમીના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો.સાંજના ૪ થી ૬ વાગ્યા દરમિયાન વાતાવરણ થોડું ઠંડક ભર્યું બનતા ભરૂચ જિલ્લામાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ ૬૫.૦૦% મતદાન નોંધાયું છે.સમગ્ર ભરૂચ જિલ્લામાં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી તથા મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું.લોકોએ સ્વેચ્છાએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો.મતદાન પૂર્ણ થયા બાદ મતદાનની ટકાવારી 69.00% હતી .આમ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઇ હતી.

LEAVE A REPLY