દિનેશભાઇ અડવાણી

ભરૂચ સંસદીય મત વિસ્તારમાં આકરી ગરમીના વાતાવરણમાં પણ જંગી મતદાન થયું છે.તે જોતા મતદારો જાગે છે અને સભાન છે તેની સાબિતી ભરૂચના મતદારોએ પોતે આપી દીધી છે પરંતુ હવેના દિવસો ખરેખર અઘરા અને કપરા છે તેનું મુખ્ય કારણ એ છે કે પરિણામની રાહ એક મહિના સુધી જોવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.ત્યારે હવે કોણ હારશે અને કોણ જીતશે તેની ચર્ચા અને તેની સાથે કેમ હારશે અને કેમ જીતશે તેની ચર્ચા ઠેર-ઠેર થવા લાગી છે .મતદાનની ઉંચી ટકાવારીના પગલે લોકો વિચારતા થઇ ગયા છે કારણ કે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં નગરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયું છે.તે સાથે-સાથે આદિવાસીઓ અને મુસ્લિમ મતદારોએ પણ જંગી મતદાન કર્યું છે. ત્યારે બીજી તરફ આ વખતની ચૂંટણીમાં ભરૂચના નર્મદા નદી ઉપરાંત અન્ય સ્થાનિક મુદ્દાઓએ પણ મતદાન પર અસર કરી છે .હવે કોણ જીતશે અને કોણ હારશે ની ગણતરી બૂથો ઉપર થયેલ મતદાનની ટકાવારી પર સ્થિર થયેલ છે .કયા મતદાન મથક પર કેટલું મતદાન થયું તે પરિણામ માટે અતિ મહત્વનું સાબિત થશે.આકરી ગરમીમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકોએ ખુબ ઉત્સાહભેર મતદાન કર્યું છે જે નોંધપાત્ર બાબત છે.

LEAVE A REPLY