વિનોદભાઇ પટેલ

22 ભરૂચ લોકસભાની ચૂંટણીનું મતદાન ગઈકાલના રોજ સંપૂર્ણ થયું.જેમાં શાંતિપૂર્વક લોકોએ મતદાન કર્યું પરંતુ મતદાન દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસના જવાનોએ પણ માનવતા મહેર પ્રસરાવી હતી. જેમાં અંકલેશ્વર શહેર પોલીસના જવાનોએ ખડેપગે નોકરી સાચવવાની સાથેસાથે માનવતા પણ સાચવી હતી અને વડીલોને હાથ પકડી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી માનવતાની ફરજ નિભાવી હતી અને લોકતંત્ર જીવિત રહે એ હેતુથી વધુમાં વધુ મતદાન થાય અને શાંતિપૂર્વક મતદાન સંપૂર્ણ થાય તે હેતુથી અંકલેશ્વર શહેર પોલીસે ખડેપગે ઉભા રહીને પોતાની ફરજ નિભાવી હતી પરંતુ લોકો આ વાતને નજર અંદાજ કરતા હોય છે ત્યારે અમુક વાર આવી તસવીર પણ ઘણું બધું કહી જતી હોય છે.

LEAVE A REPLY