વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી પાસે પંછીરાજ સિનેમા પાસે એક ગાય ઊંડા ખાડામાં પડી જવા પામી હતી. ત્યારબાદ ત્યાંના સ્થાનિકોએ ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવાનો ખુબ પ્રયાસ કર્યો હતો પરંતુ છેવટે ઊંડા ખાડામાં પડેલી ગાય બહાર નહીં નીકળતાં સ્થાનિકોએ અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.અંકલેશ્વર જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા ઉંડા ખાડામાં પડેલી ગાયને બહાર કાઢવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા. બે થી ત્રણ કલાક સુધી રેસ્ક્યુ કરી છેવટે ખાડામાં પડેલી ગાયને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં ખુબ મોટી સંખ્યામાં ગાયો બિનવારસી રખડતી હોય છે જેની પર સરકાર ધ્યાન દોરે તેવી પણ માગણી કરી હતી.

LEAVE A REPLY