વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર કોસમડી ગામમાં રહેતી ચંપાબેન મધુકરભાઈ વસાવાના ભત્રીજા અજય વસાવા ના લગ્ન ગત તારીખ-૨૨મી એપ્રિલે કોસમડી ગામે રાખવામાં આવ્યા હતા.જ્યાં જમવાનો અને નાચાલાનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.નાચવાના કાર્યક્રમ બાદ ઉમરપાડાના વિરલ કાલિદાસ વસાવાએ ચંપાબેન વસાવાની ભત્રીજીનો હાથ પકડી લેતા ભત્રીજા અજય વસાવા અને દિલીપ વસાવા,સુનીલ વસાવા વિરલને તમાચા ચોઢી દીધા હતા.જે બાદ ઉમરપાડા ખાતે ભત્રીજાની જાનમાં ગયા હતા તે દરમિયાન ગામના જ વિરલ કાલિદાસ વસાવા,કિરણ કાલિદાસ વસાવા સહીત અન્ય ત્રણ ઇસમોએ ભેગા મળી આગળના ઝઘડાની રીસ રાખી મહિલા સહીત બે યુવાનોને ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુનો મારમારી મહિલાની આંખ પથ્થર મારી ફોડી નાખી ફરાર થઇ ગયા હતા.મારામારીની ઘટનામાં ત્રણેયને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવવા પામી છે.

LEAVE A REPLY