Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગર સેવાસદનના નિવૃત્ત ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીનો સન્માનસભર વિદાય સમારંભ

Share

 

ભરૂચ નગર સેવાસદનમાં ૩૮ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અને હાલ ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપતા કમલેશ ગોસ્વામી નિવૃત્ત થતા તેમના સન્માનમાં ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દૂષ્યંત પટેલ સહિત નગર સેવાસદનના પૂર્વ પ્રમુખો, કાઉન્સિલરો, શુભેચ્છકો, પરિવારજનો, સહકર્મચારીઓ તેમજ શહેરના અગ્રગણ્ય નાગરિકોએ ઉપસ્થિત રહી કમલેશ ગોસ્વામીને શુભેચ્છાઓ પાઠવી હતી.

વક્તાઓએ તેમના ૩૮ વર્ષના લાંબા સેવાકાળ દરમિયાન ફરજનિષ્ઠા, પારદર્શક કામગીરી અને લોકો સાથેના સૌહાર્દપૂર્ણ વ્યવહારને બિરદાવ્યા હતા. નગર સેવાસદનમાં તેમણે નિભાવેલી જવાબદારીઓ અને સેવાભાવને યાદ કરી સહકર્મચારીઓએ લાગણીસભર સ્મૃતિઓ વહેંચી હતી.

સમારંભ દરમિયાન કમલેશ ગોસ્વામીનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ બાદનું જીવન સુખમય, આરોગ્યમય અને આનંદમય રહે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.


Share

Related posts

ભરૂચની સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

દહેજની એલાઇવસ લાઇફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વેળાં આગ ભભુતાં ત્રણ કર્મચારીઓ દાઝ્યાં

ProudOfGujarat

આરોપીઓની ધરપકડ કરવા અંકલેશ્વરની મહિલાઓએ રેલી કાઢી..જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!