Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતે ૩૪ વર્ષની નિષ્ઠાવાન સેવાઓ બાદ જે.પી. રાણાને ભાવભીની વિદાય

Share

 

ભરૂચ  જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતે સેવક તરીકે ફરજ બજાવતા જે.પી. રાણા વયનિવૃત્ત થતા તેમની સન્માનસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહાયક માહિતી નિયામક પી.જી. ચંડીસરા સહિત કચેરીના તમામ અધિકારી અને કર્મચારીઓએ તેમને ભાવભીની વિદાય આપી હતી.

Advertisement

સહાયક માહિતી નિયામક પી.જી. ચંડીસરાએ શ્રી રાણા સાથેના લાંબા સમયના કાર્યઅનુભવોને યાદ કરતાં તેમની ફરજનિષ્ઠા, કાર્યપ્રતિ પ્રતિબદ્ધતા અને સૌ સાથે સહકારભાવથી કામ કરવાની વિશેષતાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, જે.પી. રાણાએ માહિતી ખાતામાં ૩૪ વર્ષ સુધી સંનિષ્ઠાપૂર્વક સેવા આપી કચેરીની કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

અન્ય કર્મચારીઓએ પણ પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે, શ્રી રાણા હંમેશા સહકર્મચારીઓને મદદરૂપ બનતા અને સૌ સાથે બંધુત્વભાવથી કાર્ય કરતા હતા.

વિદાય પ્રસંગે જે.પી. રાણાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ માહિતી ખાતું સૌના સહકારથી વધુ પ્રગતિ કરે તેવી તેમની શુભેચ્છા છે.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી શ્રી રાણાનું સન્માન કર્યું હતું તથા તેમના નિવૃત્ત જીવન માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે અધિક્ષક ભૂપેન્દ્રભાઈ વસાવા, માહિતી મદદનીશ યોગેશ વસાવા, ઓપરેટર વસંત સોજીત્રા, આશિષ રાણા સહિત કચેરીના કર્મચારીઓ અને જે.પી. રાણાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વાંકલ : માંગરોળ કોંગ્રેસસમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસ-તેલના ભાવવધારા લઈને વિરોધ પ્રદર્શન…!

ProudOfGujarat

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સેનવા રાવત સમાજનો સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!