Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી : ગેરકાયદે ગેસ સંગ્રહ અને વેચાણનો પર્દાફાશ : જીઇબી રોડના મોતાલા કંપાઉન્ડમાં ત્રણ મકાનમાંથી ૧૮ ગેસ બોટલ કબજે :

Share

અંકલેશ્વર શહેરના જીઇબી રોડ વિસ્તારમાં આવેલ મોતાલા કંપાઉન્ડમાં રાંધણ ગેસની બોટલોનો ગેરકાયદે સંગ્રહ કરી છુટક વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મકાન નંબર ૩, ૪ અને ૫માં દરોડા પાડી મોટી સંખ્યામાં ગેસ બોટલો કબજે કરી હતી.

પોલીસને મળેલી માહિતી મુજબ, રહેણાંક મકાનોમાં ગેસ બોટલોનો જથ્થો ભેગો કરી ચોરીછૂપીથી વેચાણ કરવામાં આવતું હતું. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મકાન નંબર ૩માં રહેતા નીલાબેન રમેશ ચોક્સીના ઘરમાંથી બે ભરેલા અને બે ખાલી મળી કુલ ચાર ગેસ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹૮ હજાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

તે ઉપરાંત મકાન નંબર ૪માં રહેતા અનિલાબેન દિનેશ મોદીના ઘરમાંથી બે ભરેલા અને પાંચ ખાલી મળી કુલ સાત ગેસ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹૧૨,૫૦૦ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે મકાન નંબર ૫માં રહેતા રમણ વિઠ્ઠલ પટેલના ઘરમાંથી પાંચ ભરેલા અને બે ખાલી મળી કુલ સાત ગેસ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે ₹૧૫,૫૦૦ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ત્રણેય મકાનોમાંથી કુલ ૧૮ ગેસ બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગેસ બોટલોનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કેટલા સમયથી ગેરકાયદે વેચાણ ચાલી રહ્યું હતું તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


Share

Related posts

શહેરા: જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના ત્રાસથી મુસાફરો અને વાહનચાલકો પરેશાન અને અકસ્માતનો ભય

ProudOfGujarat

ભરૂચમાં વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

રાજપીપળાનાં જાની પાયગા ખાતે રહેતી મુસ્લિમ પ્રોફેસર યુવતીએ પોતાના પગારમાંથી  500 થી વધુ જીવન જરૂરિયાતની કિટો બનાવી હિન્દુ મુસ્લિમ સમાજનાં લોકોને આપી. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!