Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને. હા.48 પર આવેલ બાકરોલ બ્રિજ નજીક આવેલ ગોડાઉનમાંથી લાખોની મત્તાનો બાયોડીઝલ ઝડપાયો.

Share

જ્યાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે ત્યારે આજરોજ એક જગ્યા પરથી બાયોડીઝલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, ગત બે દિવસ અગાઉ પણ પાલેજ નજીકથી બાયોડીઝલના ગેરકાયદેસરના પંપોને ઝડપી પાડવા ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી અને ગતરોજ ફરી એક ગેરકાયદેસરના બાયોડીઝલ પંપને ઝડપી પાડવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં કઈ રીતે બાયોડીઝલના વેપલા ચાલી રહ્યા છે ? જે તપાસનો વિષય બન્યો છે. અંકલેશ્વર નેશલ હાઇવે પરથી પાલેજ સુધીમાં ઓછામાં ઓછા 20 થી 25 જેટલાં ગેરકાયદેસરના બાયોડીઝલના વેપલા ચાલી રહ્યા છે.

ગતરોજ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ બાકરોલ બ્રિજ નજીક ગોડાઉનમાંથી કુલ 11,000 લીત્રનો કિંમત રૂપિયા 7,15,000/-નો શંકાસ્પદનો બાયોડીઝલનો જથ્થો ભરૂચ એલ. સી. બી. પોલીસે ઝડપી પાડ્યો હતો.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર ગેરકાયદેસર રીતે બાકરોલ બ્રિજ નજીક એક ગોડાઉનમાં લોખંડની બે ટેન્કોમાંથી કુલ 11,000 લીટર જેની કિંમત રૂપિયા 7,15,000/-નો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો વાહનોમાં ડીઝલ ભરવાના ડિઝીટલ ડીસ્પેનશર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

Advertisement

જે અંગે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ :-
(1) વિમલકુમાર પદમારામ રહે, લુદરાડા મહિલાવાસ બાડમેર રાજસ્થાન
(2) ગોપલસિંહ પ્રહલાદસિંહ રાજપુરોહિત રહે, વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રિજ પાસે અંકલેશ્વર
(3) ધનશ્યામ બીપત વર્મા રહે, વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રિજ પાસે અંકલેશ્વર.
(4) દિનેશભાઇ કિશકુમાર વર્મા વિમલ મારવાડીના ગોડાઉનમાં બાકરોલ બ્રિજ પાસે અંકલેશ્વર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

અમદાવાદમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા માટે આજથી નવી નીતિ અમલમાં, માલિક સામે થશે કાર્યવાહી

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફલેમ ઓફ ફોરેસ્ટ કેશુડા ટુર શરૂ થશે

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!