ભરૂચ:
ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં ભરૂચની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ દ્વારા 330 દિવસની સાદી કેદની સજા ફટકારાયા બાદ ફરાર થયેલા આરોપીને ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
Advertisement
પ્રાપ્ત વિગતો મુજબ, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. અનિલ સિસારા અને A ડિવિઝન પી.આઈ. કે.ડી. માંગરોલિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે હસમુખભાઈ કાલિદાસ મકવાણાને ઝડપી લીધો હતો.
આરોપી વિરુદ્ધ પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટમાં ફોજદારી અરજી નં. 372/2026 હેઠળ કાર્યવાહી ચાલી હતી, જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144(3) મુજબ તેને 330 દિવસની સાદી કેદની સજા સંભળાવાઈ હતી. સજાથી બચવા તે નાસતો ફરતો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને ભરૂચ સબજેલ હવાલે કર્યો છે.
