ભરૂચ:
ભરૂચના શેરપુરા નવી નગરી વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતા હાજરા ફાહીઝ પટેલે સુરત રહેતા પતિ ફાહીઝ સાજીદ પટેલ સહિત સાસરિયાંના ચાર સભ્યો સામે દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ૨૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ સુરતના ખારવાચાલ ખાતે લગ્ન થયા બાદ દોઢ મહિનામાં જ પતિ અને સાસુએ દહેજની માંગણી શરૂ કરી હતી. પતિ ધંધો અને ગાડી ખરીદવા માટે માતા પાસેથી રૂ. ૨૦ લાખ લાવવાનું દબાણ કરી મારઝૂડ તથા ગાળો આપતો હતો અને માતા સાથે વાતચીત કરવા પર પણ રોકટોક કરતો હતો. સાસુ ઘરકામ મુદ્દે મહેણાં મારતી હોવાનો પણ આક્ષેપ છે.
પરિણીતાના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા તથા બે વર્ષના પુત્ર હમઝાના જન્મ બાદ પણ પતિએ મારઝૂડ કરી હતી. સમાજના આગેવાનો દ્વારા સમાધાન બાદ નોટરી લખાણથી દંપતી અલગ રહેવા ગયું હતું, છતાં સાસરિયાંની ચઢામણીથી ઝઘડા ચાલુ રહ્યા હતા અને વાઇફાઇના પૈસા મામલે પણ માર માર્યો હતો. હાજરાએ પતિ, સસરા સાજીદ પટેલ, સાસુ સલમા પટેલ (તમામ રહે. સુરત) અને નણંદ ફાયઝા મન્સુરી (રહે. જંબુસર) સામે બાળક છીનવી લેવાની માંગ તથા ત્રાસ બદલ કાર્યવાહીની માંગ કરી છે.
