Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટંકારીયા ગામે બંધ મકાનમાં જુગાર રમવા ‘ક્લબ’ જેવી વ્યવસ્થા? 19 જુગારીઓ ઝડપાયા : જુગારના અડ્ડેથી રોકડા ઉપરાંત 151 ટોકન કોઈન મળતાં સવાલો ઉઠ્યા, રૂ.2.42 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ :

Advertisement

પાલેજ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ટંકારીયા ગામમાં પત્તાના જુગાર પર LCBના દરોડા દરમિયાન ક્લબમાં વપરાતા ટોકન કોઈન મળી આવતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે. ગોડર સ્ટ્રીટમાં આવેલા મકાનના પ્રથમ માળે ચાલતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે 19 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

LCBને બાતમી મળી હતી કે રફીકભાઈ સુલેમાનભાઈ સાપા પોતાના જૂના મકાનમાં બહારથી લોકોને બોલાવી પત્તા-પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી 19 લોકો જુગાર રમતા ઝડપાયા હતા.

દરોડા દરમિયાન પોલીસે રૂ.1,16,815 રોકડા અને 17 મોબાઈલ ફોન કિંમત રૂ.1,25,500 સહિત કુલ રૂ.2,42,315નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત સ્થળ પરથી મળેલા 151 પ્લાસ્ટિકના ટોકન કોઈન છે. ઉપરાંત 12 પ્લાસ્ટિક તથા સ્ટીલની ટોકરી, બે બોર્ડ, બે પાથરણાં અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી.

સામાન્ય રીતે જુગારધામમાં રોકડના વ્યવહારને બદલે ટોકન કે કોઈનનો ઉપયોગ થતો હોવાની શક્યતા તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે. જોકે, આ ટોકનનો ચોક્કસ ઉપયોગ કેવી રીતે થતો હતો તે અંગે પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે મહત્વનું રહેશે. હાલ પ્રેસનોટમાં ટોકનનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તેની વિગત આપવામાં આવી નથી.

મહત્વનું એ છે કે માત્ર રોકડ રકમ જ નહીં પરંતુ ટોકન કોઈન, બોર્ડ, ટોકરી અને અન્ય સામગ્રીની હાજરીને કારણે આ સ્થળે માત્ર સામાન્ય રીતે પત્તાનો જુગાર રમાતો હતો કે પછી વ્યવસ્થિત રીતે જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

આ મામલે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાવી કાર્યવાહી કરવામાં આવી છે. હવે પોલીસની તપાસમાં આ 151 ટોકન કોઈન ક્યાંથી આવ્યા, તેનો ઉપયોગ કેવી રીતે થતો હતો અને જુગારના વ્યવહારમાં તેની ભૂમિકા શું હતી તે સામે આવે છે કે નહીં તેના પર નજર રહેશે.


Share

Related posts

જૂનાગઢમાં દબાણ મુદ્દે હિંસા,પથ્થરમારો કરતાં એકનું મોત, 174 ની અટકાયત

ProudOfGujarat

પંચમહાલ : આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, નર્સોની મહેનતને સલામ છે.

ProudOfGujarat

ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!