Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ABLE BEST સ્પર્ધામાં પી.પી. સવાણી યુનિવર્સિટીની ટીમ પ્રથમ : 7 યુનિવર્સિટીની 9 ટીમો વચ્ચે ‘Precision Farming’ પ્રોજેક્ટ રજૂ કરી વેસ્ટ ઝોનમાં મેળવ્યું ગૌરવ

Share

 

પી.પી. સવાણી યુનિવર્સિટીની School of Sciencesના B.Sc. Biotechnologyના વિદ્યાર્થીઓએ ABLE BEST સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી યુનિવર્સિટી તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

તા.20 ઓગસ્ટે નવી મુંબઈની D.Y. Patil University ખાતે યોજાયેલી સ્પર્ધામાં 7 યુનિવર્સિટીની કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પી.પી. સવાણી યુનિવર્સિટીની ટીમે ‘Precision Farming’ વિષય પર પ્રોજેક્ટ રજૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ટીમનું નેતૃત્વ પરમાર અભિમન્યુએ કર્યું હતું, જ્યારે ટીમમાં પટેલ હિમાની અને સૌમોજિત બેનર્જીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટની નવીનતા, ઉપયોગિતા તથા કૃષિ ક્ષેત્રમાં તેની સંભાવનાઓ અંગે નિષ્ણાતો સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી.

ટીમની મહેનત, સંશોધનાત્મક અભિગમ અને પ્રેઝન્ટેશનને આધારે તેને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. આ સિદ્ધિથી પી.પી. સવાણી યુનિવર્સિટી અને School of Sciencesમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. વિદ્યાર્થીઓની આ સફળતા તેમની સંશોધનક્ષમતા અને નવીન વિચારો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની છે.


Share

Related posts

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી: જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી સ્થળ પર તૈયારીઓ પૂર્ણ

ProudOfGujarat

ભરૂચ : કુદરતી આપત્તીમાં માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનને આર્થિક સહાય પહોંચાડતું જિલ્લા વહીવટી તંત્ર

ProudOfGujarat

ભરૂચનાં નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાનાં કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી , તેલ અને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!