Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતો સીલ

Share

 

ભરૂચ: ભરૂચ નગરપાલિકાએ મિલકત વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે 25થી વધુ મિલકતધારકોને જપ્તી વોરંટ અને નોટિસની બજવણી કરાઈ છે.

Advertisement

પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરમાં ડોર-ટુ-ડોર વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે. શહેરમાં 72 હજારથી વધુ મિલકતો પૈકી આશરે 15 હજાર કોમર્શિયલ અને 57 હજાર રહેણાંક મિલકતો છે.

પાલિકાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના આશરે રૂ.18 કરોડ અને અગાઉના બાકી રૂ.9 કરોડ મળી કુલ રૂ.27 કરોડથી વધુની વસુલાત બાકી છે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર સામે સીલિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની કડક કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

સોલાર લાઇટ બેટરીના ચોરોને મુદ્દામાલ સાથે વેડચ પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત: સાઈ કૃપા કોમ્પ્લેક્ષમાં ચોરીનો બનાવ બન્યો

ProudOfGujarat

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સમાંથી સામાન ભરેલ થેલાની ચોરી કરી ત્રણ તસ્કરો ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!