Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શુક્રવારે શ્રીજીની ભાવભીની વિદાય, મોટી મૂર્તિઓ ભાડભૂત જશે : નાની મૂર્તિઓ માટે ત્રણ કૃત્રિમ કુંડ તૈયાર; વિસર્જન યાત્રાને પગલે શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Share

 

ભરૂચ : ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 10 દિવસથી આતિથ્ય માણી રહેલા વિઘ્નહર્તા દેવ ગણેશજીને શુક્રવારે ભાવભીની વિદાય આપવામાં આવશે. ગણેશોત્સવ દરમિયાન શહેર-જિલ્લામાં ઠેરઠેર ભવ્ય પંડાલો અને વિવિધ થીમ પર તૈયાર કરાયેલી શ્રીજીની પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. હવે શુક્રવારે વિસર્જન યાત્રા દરમિયાન ઢોલ-નગારાના તાલ સાથે ડીજેના સથવારે ભક્તો શ્રીજીને વાજતે-ગાજતે વિદાય આપશે.

Advertisement

ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં શક્તિનાથ ખાતે જે.બી. મોદી પાર્ક પાસે, ઝાડેશ્વરમાં ગાયત્રી મંદિર નજીક તેમજ મક્તમપુર ખાતે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. નાની ગણેશ પ્રતિમાઓનું આ કૃત્રિમ કુંડમાં શુક્રવારે વિસર્જન કરવામાં આવશે. પર્યાવરણની સુરક્ષા માટે પીઓપીની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન ન થાય તે માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

મોટી ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા શુક્રવારે શક્તિનાથ, લિંક રોડ અને શ્રવણ ચોકડી થઈ ભાડભૂત ગામ તરફ રવાના થશે. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિસર્જન યાત્રાને અનુલક્ષીને શુક્રવારે શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે અને કેટલાક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા જાહેર કરાયેલા માર્ગ પરિવર્તનનું પાલન કરવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ક્રુરતા પૂર્વક વહન થતાં 23 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

અમરેલીમાં આજે પણ સચવાયા છે મહાત્મા ગાંધીનાં અસ્થિ..જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!