Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દોઢ વર્ષથી ફરાર પ્રોહિબિશનના આરોપીને માંજલપુરમાંથી ઝડપી પાડ્યો : ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમની કાર્યવાહી : હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીનું લોકેશન મળ્યું

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને પોલીસે વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

પોલીસની સર્વેલન્સ ટીમને ફરાર આરોપી ભાવેશકુમાર રાજુભાઈ સુરતી અંગે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

દરમિયાન માંજલપુરની સાઈનાથનગર સોસાયટીમાંથી પોલીસે ભાવેશકુમાર સુરતીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો.

આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.


Share

Related posts

ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.

ProudOfGujarat

નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર ગાડીમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

ભરૂચમાં કિશાન કાયદા વિરુદ્ધમાં યુથ કોંગ્રેસે મશાલ રેલી : કોંગ્રેસીઓની અટકાયત કરતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!