Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની શ્રવણ સ્કૂલની સંવેદનહીનતા: ફી બાકી હોવાનું જણાવી વિદ્યાર્થીને એલસી આપવાનો ઇન્કાર, વાલીઓ અને જાગૃત નાગરિકોમાં રોષ : કોરોના કાળની આર્થિક કફોડી સ્થિતિનો ભોગ બનેલા વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મુક્યાનો આક્ષેપ :  હાલ પરિસ્થિતિ સુધરતા અન્યત્ર પ્રવેશ માટે એલસી માંગતા સંચાલકો દ્વારા ફી ભરવાની જીદ :પીડિત પરિવાર અને જાગૃત નાગરિકોએ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી ખાતે પહોંચી ન્યાયની કરી માંગ

Share

 

અંકલેશ્વર:
શિક્ષણને વ્યાપાર બનાવતી શાળાઓની વધુ એક સંવેદનહીન ઘટના અંકલેશ્વરથી સામે આવી છે. અંકલેશ્વરની જાણીતી શ્રવણ સ્કૂલ દ્વારા એક ગરીબ પરિવારના વિદ્યાર્થીની ફી બાકી હોવાના બહાના હેઠળ તેનું લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે. શાળા સંચાલકોના આ મનમાની ભર્યા વલણ સામે વાલીઓ અને સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના મહામારીના વિકટ સમયગાળા દરમિયાન આ વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ હતી. જેના કારણે પરિવાર સમયસર સ્કૂલની ફી ભરી શક્યો ન હતો. આક્ષેપ છે કે તે સમયે શાળા સંચાલકો દ્વારા માનવતા નેવે મૂકીને વિદ્યાર્થીને પરીક્ષામાંથી અધવચ્ચે જ ઉઠાડી દેવામાં આવ્યો હતો, જેનાથી બાળકના ભવિષ્ય પર વિપરીત અસર પડી હતી.

સમય વીત્યા બાદ હાલમાં પરિવારની આર્થિક પરિસ્થિતિમાં સામાન્ય સુધારો થતાં, બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને અન્ય કોઈ શાળામાં પુનઃ પ્રવેશ અપાવવા માટે જરૂરી એલસી (લિવિંગ સર્ટિફિકેટ) મેળવવા માટે પરિવાર શ્રવણ સ્કૂલ પર પહોંચ્યો હતો. પરંતુ શાળા સંચાલકોએ સહાનુભૂતિ દાખવવાને બદલે પહેલાં જૂની તમામ ફી ભરવાની પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી અને ફી ન ભરાય ત્યાં સુધી એલસી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.

શાળાની આ દાદાગીરીથી ત્રસ્ત થઈને પીડિત પરિવાર અને અંકલેશ્વરના જાગૃત નાગરિકો તાત્કાલિક ધોરણે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની કચેરી ખાતે દોડી ગયા હતા. જ્યાં તેમણે આ બાબતે લેખિત રજૂઆત કરી શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ વિદ્યાર્થીને તાત્કાલિક એલસી અપાવવાની ઉગ્ર માંગ કરી છે. શિક્ષણ જગતમાં આ પ્રકારના કાળાં કારોબાર સામે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.


Share

Related posts

મલ્ટીનેશનલ કંપની દ્વારા કાશ્મીરની આઝાદીને ટેકો આપવા બદલ હિન્દુ સંગઠનો દ્વારા ગોધરામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ.

ProudOfGujarat

પી.એમ નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનું કરાયું ઈ-લોન્ચિંગ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા કોંગી આગેવાનોએ પરપ્રાંતિયોને રેલવે ભાડું ચૂકવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!