Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે 4 દિવસ વિશેષ ઝુંબેશ : 18થી 19 વર્ષના યુવાનો અને પ્રથમ વખત મતદાર બનનારાઓ માટે ખાસ તક; BLO મતદાન મથકોએ અરજીઓ સ્વીકારશે

Share

 

ભરૂચ:

Advertisement

ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા નાગરિકો, 18થી 19 વર્ષના યુવાનો તેમજ પ્રથમ વખત મતદાર બનવા પાત્ર નાગરિકોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં 11, 18, 25 ઓક્ટોબર તથા 1 નવેમ્બર 2026ના રોજ વિશેષ દિવસો યોજાશે. આ દિવસોમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ અધિકારીઓ (BLO) સંબંધિત મતદાન મથકો પર હાજર રહી હક્ક-દાવા અને વાંધાની અરજીઓ સ્વીકારશે.

મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય અથવા પ્રથમ વખત મતદાર બનવા પાત્ર નાગરિકોએ જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે રૂબરૂ હાજર રહી અરજી કરવાની રહેશે. ખાસ વાત એ છે કે આ ઝુંબેશ દરમિયાન નામ નોંધણી માટે કોઈ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેએ તમામ પાત્ર નાગરિકોને આ વિશેષ ઝુંબેશનો લાભ લઈ મતદાર યાદીમાં નામ નોંધાવવા અપીલ કરી છે.


Share

Related posts

માંગરોળ : ખાણ ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અરજદારોને રાહત યોજનાનો લાભ લેવાની તક.

ProudOfGujarat

સુરતનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ પર ફાયર કર્મચારી દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.

ProudOfGujarat

મોબાઈલ પર સંક્રમણના વધેલા કેસોના સમાચાર સાંભળીને લાગે છે કે અમે અહીં રોકાઈને સારું કર્યું લોક ડાઉન દરમિયાન સરકારે અમને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!