Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાગબારા-ઉમરપાડા જમીન વિવાદ પર સાંસદ પ્રભુ વસાવાનું સ્પષ્ટ વલણ :  ‘બીજા જિલ્લામાં જઈ જંગલ જમીનની માંગણી કરવી યોગ્ય નથી’; આદિવાસી-આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે અપીલ

Share

 

વાંકલ:

Advertisement

સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બારડોલી લોકસભા બેઠકના સાંસદ પ્રભુ વસાવાએ સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. સાગબારાના ખેડૂતો દ્વારા ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીનની માંગણીના મુદ્દે સાંસદે જણાવ્યું હતું કે પોતાના જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં જઈને જંગલ જમીનની માંગણી કરવી યોગ્ય નથી.

સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ખેડૂતોની જંગલ જમીનને લગતી જે માંગણીઓ હતી, તે સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. હવે સાગબારાના ખેડૂતોએ પોતાના જ જિલ્લામાં જમીનની માંગણી કરવી જોઈએ. સુરત જિલ્લાના ખેડૂતો પોતાની જમીન અન્યને આપવા તૈયાર નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

સાંસદે બંને પક્ષના આદિવાસી સમાજને સંયમ જાળવવાની અપીલ કરી હતી. ઉમરપાડા અને સાગબારા બંને આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી જમીનના મુદ્દે સમાજમાં અંદરોઅંદર વિવાદ કે ઘર્ષણ ન સર્જાય તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જમીનના પ્રશ્નને લઈને બંને વિસ્તારના લોકો વચ્ચે અસંતોષની સ્થિતિ ઊભી ન થાય અને પરસ્પર વિવાદ ટાળવામાં આવે તે માટે સાંસદે સંબંધિત ખેડૂતોને પોતાના વિસ્તારમાં જ પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવા અપીલ કરી હતી.


Share

Related posts

ભરૂચ નર્મદા નદીનાં કિનારે રેતીમાં છુપાવેલો દારૂ સાથે હનીફ દિવાન ઝડપાયો.

ProudOfGujarat

વિદેશ યાત્રા પરથી આવતા લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજીયાત કરાયું.

ProudOfGujarat

છડીનોમના દિવસે ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા સહિતના કોંગ્રેસના આગેવાન ઉપસ્થિત રહ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!