Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં વર્ષ 2020-21 ની સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું.

Share

જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર 2020-21 નાં વર્ષ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે તા. 01/03/2020 થી તા.31/04/2020 સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જોકે કોવિડ-19 સંક્રમણનાં ફેલાવાને રોકવા લાગુ કરાયેલ લોક ડાઉનના કારણે કેટલાક ખેડૂતો ઓનલાઈન અરજી કરવાથી વંચિત રહી ગયા હોવાની રજૂઆતો મળી હતી. જેને ધ્યાને લઈને વર્ષ 2020-21 ની અરજીઓ કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.05/05/2020 થી તા.31/05/2020 સુધી પુનઃ ખોલવામાં આવ્યું છે, જેનો લાભ ખેડૂત મિત્રોને લેવા આ યાદીમાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેત્રંગ વિસ્તારમાં રાજકીય ખેંચતાણ વચ્ચે તસ્કર ટોળકીને મળ્યો છૂટો દોર

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાંથી લાખો રૂપિયાની કિંમતના પાઇપોની ચોરી.

ProudOfGujarat

માંગરોળની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!