Proud of Gujarat
FeaturedGujaratINDIA

 છોટાઉદેપુર જિલ્લામાં એવું પણ એક ગામ કે જેમાં માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી દ્વારા કંકોળા ઉગાવવામાં આવ્યા છે.

Share

છોટાઉદેપુર તાલુકાનાં પાડલીયા ગામે રહેતા રાઠવા ભણતા ભાઈ રાયસીંગભાઈએ પોતાના ખેતરમાં જૈવિક ખાતરો અને દવાઓ ઉપર આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવી છે અને કંકોળા નામની શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવેલ છે. આ કંકોળા દેશી કંકોળા સામે આગવી વિશેષતા ધરાવતા હોવાનું જાણવા મળી આવેલ છે. આ કંકોળા સો ગ્રામ જેટલા એકનું વજન ધરાવે છે અને જે અનેક બીમારીઓ માટે ઔષધી તરીકે કારગર સાબિત થાય છે. દેશી ભાષામાં ” કંટોળા ” તરીકે ઓળખાતા ખાસ ચોમાસું શાકભાજીના હીરો એવા કંકોળા ખૂબ જ મર્યાદિત દિવસો સુધી બજારોમાં દેખા દેતા હોય છે, માટે લોકો તેને લેવા માટે પડાપડી કરતાં હોય છે અને શરૂઆતમાં તો તેના ભાવો પણ આસમાને હોય છે. આ અંગે ખેડૂત મિત્ર દ્વારા આપેલ માહિતી મુજબ આના છોડ નર અને માદા આમ બે પ્રકારના હોય છે જેઓનું ક્રોસિંગ બીજ ઉત્પાદન માટે કરવામાં આવે છે. જે દેશી કંકોળા કરતા અગ્ર આરોગ્યવર્ધક હોય છે. જે ડાયાબિટીસ, હાર્ટ, બીપી જેવી બીમારીઓ માટે ઔષધી તરીકે કામ કરે છે. તથા લાંબા ગાળા સુધી આ સલામત રહે છે. 100 ગ્રામ જેટલું વજન ધરાવતા એક ફળ તરીકે ઉત્પાદન ઉતરે છે જેમાં ખાતર હોય કે દવા તમામે તમામ એકદમ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવતા હોવાથી આરોગ્ય માટે એકદમ ફાયદાકારક સાબિત થાય છે અને કદમાં મોટા હોવાથી અને સારૂ ઉત્પાદન હોવાથી તેની ઉપજ પણ સારી એવી મળી આવતી હોય છે. આ અંગે ખેતીવાડી વિસ્તરણ અધિકારી પી.સી રાઠવા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળી આવેલ કે  પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સેન્દ્રીય ખાતર તેમજ નીમ ઓઈલ સહાય તેમજ જરૂરી માર્ગદર્શન ખેડૂતને આપવામાં આવેલ છે જેથી કરીને લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આજના યુગમાં પણ રાસાયણિક ખાતર અને દવાઓ સિવાય પ્રાકૃતિક આધારિત ખેતી કરતા ખેડૂતે વિશેષ ઉત્પાદન મેળવી અને સારી એવી કમાણી કરવામાં છે. 

તૌફીક શેખ

Advertisement

Share

Related posts

ચાઇલ્ડ વેલ્ફેર સમિતીમાં ચેરમેન પદે પુર્વ નગરપાલીકા પ્રમુખ આર.વી.પટેલની નિમણુક ….

ProudOfGujarat

તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો વિરમગામના ગોરૈયા ખાતેથી પ્રારંભ કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે સટ્ટાબેટિંગ માં ૫ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!