Proud of Gujarat
Uncategorized

વાંકલ : ઉમરપાડા પોલીસે ગફલતભરી રીતે વાહન હંકારનાર શખ્સની અટકાયત કરી

Share

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી અને વાહન ચેકિંગ કરી રહી હતી તે વખતે ઉમરપાડા થી કેવડી જતા રોડ ઉપર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી બાઈક(નં.જીજે-૧૯-એઆર-૬૦૧૪)ના બાઈકસવાર શખ્સને ઊભો રાખી તેનું નામ પુછતા પોતાનું નામ પ્રવીણભાઈ ગુરજીભાઈ વસાવા (ઉ.વ.૨૦) રહે.વંદન ફળિયું,ગામ મોટીબેડવાણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેના પાસે બાઈક ચલાવવાનાં લાઇસન્સની માંગણી કરતા તેને લાઇસન્સ નહિ હોવાનું જણાવતા વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લોકોના જીવ જોખમાય એ રીતે વાહન ચલાવવા બદલ તેની અટકાયત કરી હતી અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

મોસાલી પ્રાથમિક શાળામા વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિષય પર નાયબ ઇજનેર ડી.જી વસાવા ના અધ્યક્ષ સ્થાને ચિત્ર સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

લૂ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ – આરોગ્ય વિભાગનો અનુરોધ

ProudOfGujarat

સમીરાનું નામ ના લેતો તેમ કહીં યુવાન પર તલવારથી હુમલો: ૫ શખ્સો સામે ફરિયાદ : ભરુચ તાલુકાના પારખેત ગામમાં મધ્યરાત્રીએ બનેલી હિંસક ઘટના : કારમાં આવેલાં શખ્સોએ ફોન કરી મિત્ર હોવાનું જણાવી યુવાનને બહાર બોલાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!