Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર-ઝનોર માર્ગ પર એક્ટિવા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ લોકોના નીપજ્યા કરૂણ મોત

Share

ભરૂચ:

ભરૂચ તાલુકાના નબીપુર-ઝનોર માર્ગ પર આજે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા અને આરવન બાઇક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં બે પુરુષ અને એક મહિલા સહિત કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે. જ્યારે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, નબીપુર-ઝનોર માર્ગ પરથી પસાર થઈ રહેલા એક્ટિવા અને આરવન (R15) બાઇક વચ્ચે અચાનક સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના કૂડચેકૂડચા ઊડી ગયા હતા.

અકસ્માતનો ભયાનક અવાજ સાંભળી આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોની ઓળખ છતી કરવા સહિત કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાન તાલુકાનાં સરોડી ગામે દલિત જમાઈએ સાળી અને સસરાને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી…

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ખેતીની જમીનના મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રધ્ધાંજલી અર્પતા આસામ રાજયનાં મુખ્યમંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!